ગોધરામાં લોકડાઉન દરમિયાન જથ્થાબંધ વિક્રેતાને વેચાણ માટે વિસ્તાર અને દિવસની ફાળવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લામાં લોકડાઉન દરમિયાન લોકોને જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, કરિયાણા, કઠોળ, ખાંડ તેલ સરળતાથી મળી રહે અને તેમના વેચાણ દરમિયાન નાગરિકોને કોરોના વાયરસનો ચેપ લાગી શકે તેવી સ્થિતિને ટાળવા વહીવટીતંત્ર સતત પ્રયાસરત છે.

આવા જ એક અન્ય પગલામાં પ્રાંત અધિકારી ગોધરા દ્વારા શહેરના જથ્થાબંધ વિક્રેતાઓ માટે નાના વિક્રેતાઓ અને રિટેલરો (છૂટક વેપારીઓ)ને વેચાણ કરવા માટે વિસ્તાર તેમજ દિવસો નક્કી કરવામાં આવ્યા છે.

આ વિક્રેતાઓએ તેઓને ફાળવેલ જગ્યા-સ્થળ પર ફાળવેલ દિવસો પ્રમાણે જ વેચાણ કરવાનું રહેશે. વેચાણ દરમિયાન એકથી વધુ માણસો ભેગા ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. તેમજ ખરીદી માટે આવતા ગ્રાહકો એકબીજાથી બે- બે મીટરનું અંતર જાળવી ઉભા રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

ગિદવાણી રોડ પર અનાજ, કઠોળ અને કરિયાણાના નાના વિક્રેતાઓ અને છૂટક વેપારીઓ

} સોમવાર અને શનિવાર લીલારામ ગોદુમલ એન્ડ કંપની તથા વીરૂમલ ચેલારામ

} મંગળવાર કિશોરકુમાર થાવરદાસ,કનૈયાલાલ શ્યામલાલ

} બુધવાર ગજાનંદ ટ્રેડર્સ અને તોલારામ સન્સ,

} ગુરૂવાર તુલસી ટ્રેડિંગ અને અંબિકા ટ્રેડિંગ કંપની

} શુક્રવાર ન્યાલ કરણ ટ્રેડર્સ, કિશનચંદ દયાલદાસ ધનાણી

સ્ટેશન રોડ પર

} સોમવાર મણીલાલ અમરતલાલ, અતુલકુમાર ચીનુભાઈ,
દોલતરામ પેશુમલ, આલમચંદ ચેલારામ,

} મંગળવાર અસન્ન ટ્રેડર્સ અને અલી ગ્રેઈન શોપ,

} બુધવાર આસુમલ આસનદાસ, રૂક્ષભ ટ્રેડર્સ,

} ગુરૂવાર રજનીકાન્ત એન્ડ કંપની અને ગાંધી છગનલાલ
હીરાચંદ,

} શુક્રવાર શ્રીકૃષ્ણ ટ્રેડર્સ, અમરલાલ સેલ્સ,

} શનિવાર વીરેણકુમાર ઘનશ્યામદાસ, વાસુદેવ
એન્ટરપ્રાઈઝ,જનમંગલ ટ્રેડર્સ,જેવી એન્ડ કંપની

માર્કેટિંગ યાર્ડમાં

} સોમવાર, બુધવાર અને શુક્રવાર રસિકલાલ ઓછવલાલ પરીખ

} મંગળવાર, ગુરૂવાર અને શનિવાર પરસોત્તમ રણછોડદાસ

સ્ટેશન રોડ પર ખાંડના વિક્રેતાઓ

} સોમવાર કિશોરીલાલ ગંદુમલ ભાયાણી, ભગવતી ટ્રેડર્સ

} મંગળવાર રમણલાલ જયંતિલાલ અને જય જલારામ ટ્રેડર્સ

} બુધવાર પી.ચમનલાલ એન્ડ કંપની અને લક્ષ્મી ટ્રેડર્સ

} ગુરૂવાર રામચંદ પેશુમલ અને પુનાવાલા ટ્રેડિંગ કંપની

} શુક્રવાર જે.કે.ટ્રેડર્સ અને ક્રિષ્ના સુગર કેન્ડી વકર્સ

ગીદવાણી રોડ પર ખાંડના વિક્રેતાઓ

} સોમવાર અને મંગળવાર વરૂણકુમાર ગંગારામ અને વરૂણ એન્ટરપ્રાઈઝ

} બુધવાર અને ગુરૂવાર નિશા ટ્રેડર્સ

} બુધવાર અને ગુરૂવાર ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ

} શુક્રવાર અને શનિવાર કૈલાશ ટ્રેડિંગ કંપની

} શુક્રવાર અને શનિવાર શ્રી હરી કૃષ્ણ ટ્રેડિંગ

તેલના હોલસેલ વિક્રેતાઓ

} સોમવાર અને ગુરૂવાર સ્ટેશનરોડના રાજેન્દ્રકુમાર રમેશચંદ્ર એન્ડ કંપની

સોમવાર અને ગુરૂવાર હિતેષ ટ્રેડિંગ કંપની

બુધવાર અને શનિવાર શ્યામલાલ ગોવિંદરામ
અન્ય સમાચારો પણ છે...