દાહોદના કોંગ્રેસી ધારાસભ્યોની 10-10 લાખની ફાળવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના 6 પૈકીના ત્રણેય કોંગ્રેસી ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી કોરોના કાજે રાહતનિધિ કાજે 10-10 લાખ રૂપિયાની ફાળવણી કરતા દાહોદમાં આ બાબત પ્રશંસાને પાત્ર બનવા પામી છે.

દાહોદ જિલ્લાની 6 બેઠકો પૈકી દેવગઢ બારીયા, ફતેપુરા અને લીમખેડા બેઠકો ભાજપ પાસે છે તો દાહોદ, ગરબાડા અને ઝાલોદ બેઠક કોંગ્રેસી ઉમેદવારોએ જીતેલી છે.ત્યારે સરકારી તંત્ર દ્વારા થયેલ જાહેરાત અનુસાર કોરોનાની આ લડાઈ સામે જંગ માંડવા લોકફાળાની અપીલ કરવામાં આવતા જિલ્લાના દાહોદના ધારાસભ્ય વજે સિંહ પણદા , ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા અને ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા નામે કોંગી ધારાસભ્યોએ પોતાની ગ્રાન્ટમાંથી રૂ.10- 10 લાખ ની ફાળવણી જાહેર કરી હતી.

તેની સામે ભાજપના ત્રણ ધારાસભ્યોએ ઉપરથી આવેલ આદેશ મુજબ રૂ.1 -1 લાખની જાહેરાત કરી હતી.

ભાજપે રૂા. 1- 1 લાખની જાહેરાત કરી

અન્ય સમાચારો પણ છે...