તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારિયાના વતની અજિત શાહનું અમેરિકામાં કોરોનાથી મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના વતની અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા 78 વર્ષીય અજિત શાહ કોરોનાના કારણે ન્યૂયોર્કમાં મૃત્યુ પામ્યા હોવાના સમાચાર મળતા દે.બારિયા રહેતાં સ્વજનો તથા વૈષ્ણવ સમાજમાં ઘેરા શોકની લાગણી જન્મી હતી.

દેવગઢ બારિયાના વતની વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા અજિત શાહ ન્યૂયોર્ક શહેરમાં મૃત્યુ પામ્યા છે. તેઓ ડાયાબિટીસથી પણ પીડીત હતા. અમેરિકામાં કોરોના સંક્રમણમાં આવતાં તેમની તબિયત કથળી હતી. તાબડતોબ તેઓને ન્યુયોર્કની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે ટુંકી સારવાર દરમિયાન જ તેમનું મોત થયું હતું.તેઓએ દેવગઢ બારિયામાં એસ.આર. હાઈસ્કુલ માં અભ્યાસ કર્યો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો અને અમેરિકા સ્થાયી થયા પહેલા તેઓ મુંબઈમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સેવારત હતા. તેમના પત્નીને પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

78 વર્ષના એકાઉન્ટન્ટ અજિત શાહ ન્યૂયોર્કમાં કોરોનાના શિકાર

અન્ય સમાચારો પણ છે...