અમદવાદમાં મહેમદાવાદના બે યુવકો ફસાતા તેઓને લૂંટી લેવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનને લઇ ઘણાં લોકો જરૂરતમંદોને અનાજ તથા ભોજનની સહાય આપી સેવાનું કાર્ય કરી રહ્યા છે, ત્યારે મહેમદાવાદના બે યુવકો લોકડાઉનમાં અમદાવાદ શહેરમાં અટવાતા મદદ કરવાના બદલે અજાણ્યા શખ્સોએ લૂંટી લીધા છે. નોકરી બંધ થતા આ યુવકો રાજુલાથી મહેમદાવાદ પરત ફરતા હતા, ત્યારે તેઓને કડવો અનુભવ થયો હતો. સાધનોના અભાવ વચ્ચે આખરે તેઓ માંડ ઘર ભેગા થયા હતા.

રાજુલામાં નોકરી કરતા માણસો લોકડાઉનના કારણે પરત ફરી રહ્યા હતા, ત્યારે કલમ-144ના જાહેરનામાના કારણે તેમની સાથે રહેલા 6 વ્યક્તિઓ એક સાથે જઇ શકે એમ ન હોઇ બબ્બેના ગૃપમાં નીકળ્યા હતા. આ દરમિયાન મહેમદાવાદના સાહિલ અને તેનો મિત્ર એક વાહનમાં બેઠા બાદ ઉજાલા ચોકડી આવતા આ વાહનમાં ડિઝલ ખલાસ થઇ જવાથી તેઓને આ જગ્યાએ ઉતારી દીધા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા, અને સાહિલ અને તેના મિત્રને માર મારી પૈસા લૂંટી લીધા હતા. છેવટે સાહિલે તેના પિતાને કરી હતી. જોકે, લોકડાઉનનો સખત અમલ અને કલમ-144ના કારણે વાહનોની અવરજવર થંભી જતા અમદાવાદમાં અટવાયેલા આ બંન્ને યુવકોને મહેમદાવાદ સુધી લાવવાનું કામ અત્યંત મુશ્કેલ બન્યું હતું. આખરે કેટલાક મીડિયાના માણસો તથા પોલીસની મદદ વડે આ બંન્નેને મહેમદાવાદ લાવવામાં આવતા તેમના પરિવારજનો અને મિત્ર વર્તુળમાં ખુશીની લાગણી વ્યાપી હતી.

નોકરી પરથી ઘરે આવતા ઉજાલા ચોકડી પાસે માર મારી રૂપિયા લઇ ફરાર

અન્ય સમાચારો પણ છે...