તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારના આદેશ બાદ વાપી તાલુકાના શ્રમિકોનો સરવે શરૂ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિકાસ કમિશનર ગાંધીનગરની સૂચના બાદ વાપી તાલુકામાં શ્રમિકોના સરવેની કામગીરી હાથ ધરાઇ છે. તલાટીઓએ દરેક ગામોમાં જઇ શ્રમિકોની યાદી તૈયાર કરી રહ્યાં છે. શ્રમિકો પાસે જરૂરી પુરાવા બેન્ક પાસબુક સહિતની વિગતો માગવામાં આવી રહી છે, પરંતુ સરકાર દ્વારા શ્રમિકોને કયારે સહાય અપાશે તે અંગે સરકારે હજુ કોઇ નિર્ણય લીધો હતો. બીજી તરફ શ્રમિકો સહાય મળશે તેવી આશાએ તમામ વિગતો આપી રહ્યાં છે.

વાપી તાલુકાના મોરાઇ, છીરી, કોચરવા, રાતા સહિતના ગામોમાં તલાટીઓ દ્વારા શ્રમિકોના સરવેની કામગીરી હાથ ધરાઇ છે. કોરોના વાઇરસમાં શ્રમિકોની હાલત કફોડી બની છે. સ્થાનિક કડીયા અને રોજનું રોજ કમાતા શ્રમિકોને સહાય મળે તે માટે વિકાસ કમિશનર ગાંધીનગરે સરવે કરવાનો આદેશ આપ્યો છે. જે અંતગર્ત તલાટીઓ દરેક ગામમાં શ્રમિકોની તમામ માહિતી મેળવી રહ્યાં છે. આધારકાર્ડ,બેન્ક પાસબુક સહિતની વિગતોના આધારે સરવેની કામગીરીમાં તલાટીઓ જોતરાયા છે,બીજી તરફ સરકારે શ્રમિકોને કેટલા સમયમાં સહાય આપવાની છે તે અંગે કોઇ સ્પષ્તા કરી નથી. સહાય મળશે તેવી આશાએ શ્રમિકો ફોર્મ ભરી રહ્યાં છે. જેથી હવે સરકાર કયારે શ્રમિકોના ખાતામાં પૈસા જમા કરાવશે તેના પર સૌની નજર મંડાયેલી છે. શ્રમિકોને સરકાર ઝડપથી સહાયની ચૂકવણી કરે તેવી માગ મોટા ભાગના શ્રમિકોમાં ઉઠી રહ્યા છે. કારણ કે હાલ દિવસો વિતતાની સાથે શ્રમિકોની જરૂરિયાત વધી રહી છે.

તલાટીઓને વીમા કવચથી બાકાત રાખાતા નારાજગી જોવા મળી

કોરાના વાઇરસને લઇ સરકારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને પોલીસકર્મીઓ માટે વીમા કવચની જાહેરાત કરી છે, પરંતુ તલાટીઓ ગામોમાં જઇ દવાનો છંટકાવ સહિતની કામગીરી કરી રહ્યાં છે. શ્રમિકોના સરવેની કામગીરી પણ કરી રહ્યાં છે. આમ છતાં સરકારે તલાટીઓ માટે વીમાકવચની જાહેરાત કરવામાં આવી નથી. જેથી મોટા ભાગના તલાટીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સરકાર તલાટીઓ માટે પણ વીમા કવચની જાહેરાત કરે તેવી માગ ઉઠી રહી છે.
અન્ય સમાચારો પણ છે...