માંડવી પુરવઠા વિભાગનું એડવાન્સ અનાજ વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકાર તથા ગુજરાત સરકાર કોરોનાવાયરસ અંગે અત્યંત જાગૃત થઈ પગલાં લઈ રહી છે. ત્યારે સામાન્ય પરિવારોને અન્ન પુરવઠા સમયસર મળી રહે તે માટે સરકારના આદેશનું માંડવી પુરવઠા વિભાગ દ્વારા ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકારના અન્ન પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનો દ્વારા ગ્રાહકોને રેશનનું અનાજ એપ્રિલ તથા મે મહિનાનું એડવાન્સમાં મળી જાય જેથી કરી ઘરની બહાર નીકળવાની નોબત ન આવે. આદેશનું માંડવી પુરવઠા વિભાગ દ્વારા ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. હાલમાં એપ્રિલ માસનું અનાજ જેતે સસ્તા અનાજની સરકારી દુકાનો પર પહોંચાડી દેવામાં આવ્યું છે. જેને ટૂંક સમયમાં જ મે માસનું અનાજ પર પહોંચાડવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. આમ લોકડાઉનના સંજોગોમાં સામાન્ય પ્રજાજનોને અનાજની તકલીફ ન પડે તે માટેની અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે.

એપ્રિલ મેનું વિતરણ કરતા બહાર ન નીકળવું પડે

અન્ય સમાચારો પણ છે...