તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલવાસમાં અધિકારી સાથે ગેરવર્તન કરનાર સામે કાર્યવાહી કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લૉકડાઉનનો ઉલ્લંઘન કર્યો હતો

સેલવાસ| દાનહ પ્રશાસન દ્વારા લોકડાઉનનો આદેશ કરવામાં આવેલ છે. જેનો દરેકે પાલન કરવાનુ અને ઘરમાં જ રહેવાનું જણાવવામા આવેલ છે, તે છતાં પણ કેટલાક લોકો એનો દુરુપયોગ કરતા જોવા મળ્યા છે. સેલવાસ કિલવણી નાકા નજીક યોગી હોસ્પિટલ સામે વગર કામસર ગાડી લઇ ફરતા જોવા મળ્યા હતા. તેઓને પોલીસ કર્મચારીએ અટકાવતા અને ગાડી ચેક કરી રહ્યા હતા તે સમયે તેઓ સાથે ગેરવર્તણુક કરતા મામલતદાર અને એમના સ્ટાફે આવી સમજાવવાનો પ્રયાસ કરવા છતા પણ ના માનતા ગાડીના માલિક ઇન્દ્રજીતસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર ઉ.વ.50 અને અનિરુદ્ધસિંહ ઇન્દ્રજીતસિંહ પરમાર રહેવાસી પાર્ક સીટી સેલવાસ જેઓ સામે અધિકારી સાથે ગેરવર્તણુક કરતા ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...