પાવીજેતપુરમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ 5 સામે કાર્યવાહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાવી જેતપુરમાં 26 માર્ચના રોજ સિહોદ મુકામે ઓરસંગ નદીના કિનારે ઈંટોના ભઠ્ઠા ઉપર 4થી વધુ મજૂરોને કામ કરાવતા શનાભાઈ પુનાભાઈ રાઠવા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 27 માર્ચના રોજ જુબેર મહમદ રફીક કુરેશી સવારમાં 9.30ની આસપાસ સ્કૂટી લઈને બહાર નીકળ્યો હતો. તે બાબતે પોલીસે પૂછતા ઉશ્કેરાઈ જઈ તમે મને ઉભો રાખનાર કોણ કહી ગમે તેમ ગાળો બોલતા પોલીસે પકડી ગુનો દાખલ કર્યો હતો.પાવીજેતપુરમાં હોન્ડાના શોરૂમ પાસે રોહિત રમેશભાઈ રણછોડભાઈ પોતાની બારી બારણાંની દુકાન ખુલ્લી રાખી વેચાણ કરતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હિરપરી ગામ પાસે એક બાઈક ગેરેજવાળાની દુકાન ખુલ્લી રાખતા રમેશભાઈ ખુમાનભાઈ રાઠવા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે કદવાલ પોલીસે ચુલી ગામે મનોજભાઈ ગોપાલભાઈ રાઠવા પોતાનો પાન પડીકીનો ગલ્લો ચાલુ રાખતા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...