તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલવાસ પાલિકામાં 270 લાભાર્થીઅોને આવાસના સર્ટીફિકેટ અાપવામાં આવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેલવાસ પાલિકા વિસ્તારમાં બળદેવી વિસ્તારમાં પ્રધાન મંત્રી આવાસ યોજનાના 470 જેટલા આવાસો પાસ કરાયા છે આ આવાસ લાભાર્થીઓએ પાલિકા દ્વારા અપાયેલી ડિઝાઇન મુજબ 18 બાય 18 ફૂટના બનાવવાના રહેશે લાભાર્થી પોતાની બચતના વધુ રુપિયા ઉમેરી મકાન મોટું બનાવી શકે છે.

શુક્રવારે ડોકમરડી ખાતે પાલિકા સભ્ય સુમનભાઈ પટેલે 4 પરિવારોને સર્ટિફિકેટ આપી જેતે લાભાર્થીના મકાનનું ખાતમુહૂર્ત કર્યું હતું. સુમનભાઈએ જણાવ્યું હતું કે લાભાર્થીઓને 2.89 લાખ કુલ મળશે જેના 4 હપ્તા કરાયા છે તેમજ મકાન તેઅો જાતે બનાવવાનું રહેશે કોરોના વાઇરસ ન ફેલાય જેથી કરી લોકોને એકત્રિત કરાયા નથી. બળદેવી અને ડોકમરડી ખાતે 270 આવાસોના સર્ટિફિકેટ જેતે લાભાર્થીઓને પહોંચાડી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...