તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેત્રંગ સેવાસદનમાં કર્મીઓને જ પ્રવેશ : બીજા પર પ્રતિબંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને રોકવા જનસેવા કેન્દ્રો, આધાર સેન્ટર અને રેશનકાર્ડ અંગેની કામગીરી બંધ કરવા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત નેત્રંગ મામલતદાર કચેરીમાં 31 માર્ચ સુધી આ તમામ કેન્દ્રોમાં કર્મચારી સિવાય અન્ય કોઈ વ્યક્તિને કચેરીમાં પ્રવેશ નહિં આપવાની સેવાસદનની બહાર નૉટીસ લગાવવામાં આવી હતી. જેની સાથે અન્ય એક નૉટીસ પણ લગાવી હતી. જેમાં મામલતદાર કચેરીમાં મુલાકાત લેનાર મુલાકાતીઓ હાલમાં ચાલી રહેલ કોરોના વાઈરસના સંક્રમણને રોકવા પોતાના હાથ સારી રીતે ધોઈને જ કચેરીમાં પ્રવેશ કરવો. તે માટે હેન્ડવોશ અને સેનેટાઇઝર કચેરીમાં ઉપલબ્ધ કરાવાયું છે. પરંતુ કચેરીમાં ક્યાંય સેનીટાઇઝર કે માસ્ક જોવા મળતા નથી કર્મચારીએ પોતાની સુરક્ષા માટે પણ સગવડ કરી નથી.

મામલતદાર કચેરીમાં તકેદારી માટે સેનેટાઇઝર કે માસ્ક પણ નથી


પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંગ્રહખોરીને ડામવા કવાયત

_photocaption_નેત્રંગ મામલતદાર કચેરીએ કર્મચારીઓ સિવાય સેવાસદનમાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતી નૉટીસ લગાવવામાં આવી હતી. }અતુલ પટેલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...