તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસોદર શાકમાર્કેટમાં કાયદાની એસી કી તૈસી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંકલાવ તાલુકાના આસોદરમાં આવેલા શાકમાર્કેટ સોશિયલ ડિસ્ટન્સ જાળવાઇ રહે તે માટે કલેકટર દ્વારા સમગ્ર જિલ્લામાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે.પરંતુ આસોરદર શાકમાર્કેટ સવારે મોટીસંખ્યાં ખેડૂતો અને ગ્રાહકો ખરીદવા માટે ઉમટી પડે છે. તેના કારણે સરેઆમ નિયમનું ઉલ્લઘન થઇ રહ્યું છે. વેપારીને સૂચના આપવામાં આવી છે.તેમજ છતાં કાયદો અને વ્યવસ્થાનું પાલન નહીં કરે તો મુકિત પાસ જપ્ત કરવામાં આવશે. તેમ છતાં લોકડાઉન કોઇ અસર જોવા મળતી નથી.

મામલતદાર અને વહીવટી તંત્ર દ્વારા એક બાજુ લોકડાઉનમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુ માટે સરકાર દ્વારા સમય નક્કી કરવામાં આવ્યો છે અને આ સમયમાં જરૂરી મુજબનું માલ સામગ્રી માટે છૂટ આપવમાં આવી છે સાથે સરકારમાં આદેશ મુજબ ભીડ ભેગી ન કરવી તેમજ સોસીયલ ડિસ્ટન્સ રાખી ધંધો કરવા સૂચના આપી છે તેમ છતાં આ કોરોના વાઈરસના કહેર વચ્ચે આ શાકમાર્કેટ કાયદો અને વ્યવસ્થા કેટલા હદે જળવાય છે તે આ દ્રશ્યોમાં જોવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...