તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હથિયારના ગુનામાં ફરાર આરોપી લખતરમાંથી ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર | અમદાવાદમાં વર્ષ 2019માં હથિયારના ગુનામાં લખતરના ઇંગરોડી ગામના એલમખાન નસીબખાન મલેકનું નામ ખુ્લ્યું હતું. તે એક વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો ત્યારે લખતર પંથકમાં પેટ્રોલિંગમાં રહેલી એસઓજી ટીમને બાતમી મળી હતી કે હથિયારના ગુનામાં ફરાર એલમખાન મલેક લખતર પંથકમાં આવ્યો છે. એસઓજી પીઆઇ એફ.કે.જોગલના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે ટીમ બનાવી લખતરમાં વોચ ગોઠવી એલમખાન મલેકને દબોચી લીધો હતો અને લખતર પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ
ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...