તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાંથી 2 દિવસમાં 50 એસટી બસોમાં 3 હજાર જેટલા શ્રમિકોને વતને પહોંચાડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરાનાના વાયરસને લઇને તમામ સ્થળોએ સાવચેતીના પગલાઓ ભરવામાં આવી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં બહારગામ ફસાયેલા લોકોને પણ સહિસલામત રીતે તેમના વતન પહોંચાડવા માટે સરકાર તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશ આદેશો કર્યા હતા. આ બાબતની ગંભીરતા લઇને રાજકોટ એસટી વિભાગે તા. 27 તેમજ 28 માર્ચ દરમિયાન અંદાજે 100 જેટલી બસો ફાળવી હતી. જેમાં સુરેન્દ્રનગર ડેપોમાંથી પણ તા. 27ની રાત્રે 12 તેમજ 28ની રાત્રે 5 ઉપરાંત 11 એસટી બસો હળવદ બાજુ અને એક મૂળી બાજુ રવાના કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ બે દિવસોમાં અંદાજે બે થી ત્રણ હજાર મજુરોને ગોધરા, દાહોદ સહિતના માદરે વતનમાં મોકલવા માટે આ બસો ફ્રીમાં દોડાવવામાં આવી હતી. પરિણામે જિલ્લાના 4 ડેપોમાંથી 50 બસો મજૂરો માટે ફાળવાઇ હતી.

રાજકોટ એસટી વિભાગ દ્વારા નિ:શુલ્ક 100 બસો દોડાવાઇ

_photocaption_સુરેન્દ્રનગર ડેપોમાંથી મોડી સાંજે મજુરોને તેમના વતનમાં લઇ જવા માટે એસટી બસો દોડાવવામાં આવી હતી.
*photocaption*
અન્ય સમાચારો પણ છે...