• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Bharuch News Aadhaar Card And Bank Information Wrong Message Received In Government Office Collector39s Suggestion Not To File 060122

અાધાર કાર્ડ અને બેંકની માહિતી સરકારી કચેરીમાં અાપવાનો ખોટોે મેસેજ વાયરલ : દસ્તાવેજ ન આપવા કલેક્ટરની સૂચના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાને લઇ પોતાની જાતે જ મદદ કરવા નીકળતી એનજીઓને કલેક્ટરે સીધા નહીં જઇ તંત્રનો સંપર્ક કરવા જણાવ્યું છે. ભરૂચ શહેરમાં અને જિલ્લાના કેટલાક ગામોમાં બે દિવસમાં આધારકાર્ડ, રેશનકાર્ડ અને બેંકની માહિતી સરકારી કચેરીઓમાં જમા કરવાનો ખોટો મેસેજ વાઇરસ ફરતો થયો હતો. જેનું ખંડન કરતાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી મોડિયાએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિએ કોઇ પણ સરકારી અધિકારી કે કર્મચારી આધારકાર્ડ કે રેશન કાર્ડની માંગણી કરતાં નથી.

આવા કોઇ તત્વો આધારકાર્ડ કે રેશનકાર્ડની માંગણી કરે તો તેમને આ ડોક્ટમેન્ટ આપવાની જરૂર નથી. એનજીઓને અપીલ કરી હતી કે, તેમણે મદદ કરવી હોઇ તો વહીવટી તંત્રનો સંપર્ક કરે. તેમના માટે પ્લેટફોર્મ બનાવશુંં, ડાઇરેક્ટ મદદ કરવા જવાની પ્રથા બંધ કરવી. હાલ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની જરૂર છે તેથી એનજીઓની મદદ અપાવવા માટે આઇસોલેટ જગ્યા ઊભી કરી લોકો સુધી તેમની મદદ પહોચાડી શકાય. મદદ કરવા માંગતી સંસ્થાઓ પ્રાંત ઓફિસરનો સંપર્ક કરી શકે છે.

પંચ તંત્ર

હે યમરાજા, મારા કુટુંબીજનો મારો અગ્નિસંસ્કાર કરે એ પહેલાં જાણી લ્યો કે યમપુરીમાં લોકડાઉન તો નથી ને...

NGOએ મદદ કરવી હોઇ તો વહીવટી તંત્રનો સંપર્ક કરે
અન્ય સમાચારો પણ છે...