તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝરીયામોરાની રસ્તાની સમસ્યા અંગે કલેકટરની મુલાકાતે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાદરા નગર હવેલીના દાદરા ગામે ઝરીયામોરા વિસ્તારમા વરસો જુનો રસ્તાની સમસ્યા હતી,જે અંગે સ્થાનિક લોકોએ કલેક્ટરને લેખિત રજુઆત કરી હતી,જેમા જણાવવામા આવ્યુ હતુ કે ઝરીયામોરા વિસ્તારમા પ્રદેશની આઝાદી બાદ અત્યાર સુધી રોડ નથી,આ સમસ્યા અંગે અગાઉના પ્રસાશકને પણ રજુઆત કરવામા આવી હતી,છતા પણ આ રસ્તો બન્યો નથી,ચોમાસા દરમ્યાન આ રસ્તા પરથી પસાર થવા માટે ઘણી જ તકલીફો પડે છે,સાથે આ જ વિસ્તારમા સરકારી હોસ્પીટલ પણ આવેલ છે,છતાપણ સ્થાનિકો આ રસ્તાની સમસ્યા સાથે તકલીફ ભોગવી રહ્યા છે,કલેકટર સંદિપકુમાર સિહે ટીમ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું એમણે જોયુ કે રસ્તાની સાથે પાણીના નિકાલની પણ સમસ્યા જોવા મળી એમણે જે તે ખાતાના અધિકારીને સુચના આપવામા આવી હતી,કલેકટરે સ્થાનિકોને એક જ મહિનામા આ રસ્તો અને ગટર બનાવી આપવાનો આશ્વાશન આપ્યુ હતુ,આ અવસરે કલેકટર સંદીપકુમાર સિંહ, જિલ્લા પંચાયત સીઈઓ એચ.એમ.ચાવડા, સભ્ય ભારતીબેન હળપતિ, સરપંચ સુમિત્રાબેન પટેલ, ઉપ સરપંચ કમલેશ દેસાઈ સહિત અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...