પાનિયા વસાહતના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવતા શિક્ષક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાં સરકારે લોકડાઉન જાહેર કરેલ હોઇ શાળાઓમાં રજાઓ જાહેર થયેલી છે. આવા સમયે વિદ્યાર્થીઓના ભણતર માટે સરકાર ટીવીના માધ્યમથી ભણાવે છે. પણ સંખેડા તાલુકાની પાનિયા વસાહતના પ્રાથમિક શાળાના શિક્ષક પોતાના સ્માર્ટ ફોન દ્વારા ZOOM એપ્લિકેશન મારફતે ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને અંગ્રેજી અને વિજ્ઞાન વિષય ભણાવે છે. વસાહતના આદિવાસી બાળકોને આ રીતે શાળામાં આવ્યા વિના જ શિક્ષણ આ શિક્ષક આપી રહ્યા છે.

કોરોના મહામારીના સંક્રમણથી બચવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે.આ લોકડાઉન દરમિયાન શાળાઓમાં રજા જાહેર થયેલી છે. જેથી શાળામાં વિદ્યાર્થીઓ જઇ શકવાના નથી. લાંબા વેકેશનના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસનો મહાવરો અટકી ના જાય એ માટે સરકાર દ્વારા પણ ટીવીના માધ્યમથી ભણાવવા માટેની જાહેરાત થયેલી છે.

સંખેડા તાલુકાની પાનિયા વસાહતમાં પણ હાલમાં લોકડાઉનના કારણે રજાઓ છે. આ શાળામાં વિદ્યાર્થીઓને જ્ઞાનકુંજ યોજના હેઠળ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ટેબલેટ અપાયેલા છે. આ ટેબલેટના માધ્યમથી ધોરણ 7 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને આ રજાના દિવસોમાં શાળાના શિક્ષક મુકેશભાઇ પ્રજાપતિએ ભણાવવાનું શરૂ કર્યું છે.

વિદ્યાર્થીઓ તેમના ટેબલેટમાં તેમના માતા-પિતાના સ્માર્ટ ફોનમાંથી નેટ હોટસ્પોટથી લઇને ટેબલેટમાં ઓડિયો-વીડિયો મારફતે ભણી શકે છે. શિક્ષક મુકેશભાઇ પ્રજાપતિ પોતાના ઘરેથી ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને અંગ્રેજી અને વિજ્ઞાન વિષય ભણાવે છે.બે દિવસથી આ રીતે ભણાવવાનું શરૂ કર્યું છે.જેમાં સવારે 10થી 11 વચ્ચે વિદ્યાર્થીઓ ભણે છે.વિદ્યાર્થીઓ વધુ સમય ઇચ્છે તો વધુ
સમય પણ ભણાવવાની તૈયારી હોવાનું મુકેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું.

શાળામાં જ્ઞાનકુંજ યોજના હેઠળ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા છે

ZOOM એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી કોઇ પણ જોડાઇ શકે

”ગૂગલ પ્લે સ્ટોર પરથી ZOOM એપ્લિકેશન ડાઉનલોડ કરવાની આ એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ તેમાં જોઇન થવું પડે.આ જોઇન થવા માટેનો કોડ 5304102839 છે.કોડ નાખ્યા બાદ શિક્ષકને ભણાવતા જોઇ પણ શકાય છે.તેમનો અવાજ પણ સાંભળી શકાય છે.પ્રશ્ન પણ પૂછી શકાય છે.આ એપ્લીકેશન મારફતે કોઇ પણ વ્યક્તિ,વિદ્યાર્થીઓ કોડ નંબર નાખીને જોડાઇને જ્ઞાન મેળવી ભણી શકે છે.

_photocaption_ઓન લાઈન ક્લાસ આપતા શિક્ષક મુકેશભાઈ પ્રજાપતિ. } સંજય ભાટીયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...