તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારી સામે જંગ જીતવા દાનનો દરિયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના ઇફેક્ટ સેવા પરફેક્ટ

ભાસ્કર ન્યૂઝ| મોરબી | ઉદ્યોગ નગરી મોરબી શહેરની એક ઓળખ દાનવીર ભામશા તરીકે પણ કરવામાં આવે છે . દેશના કોઈ પણ ખૂણે જયારે પણ કુદરતી કે માનવસર્જીત કોઈ પણ મુશ્કેલી આવી પડી હોયય ત્યારે કરોડો રૂપિયાનું દાન કરી ચુક્યા છે. પુલવામાં હુમલા મોરબીમાંથી ખૂબ મોટા પ્રમાણમાં દાન મોકલવામાં આવ્યું હતું આ ઉપરાંત દક્ષિણ ભારતનું વાવાઝોડું હોય કે ઉતરાખંડમાં પુરની સ્થિતિમાં નાનાં માં નાના નાગરિક થી માંડી ઉધોગકારોએ હંમેશા મદદ માટે મોટા મને દાન કર્યું હતું. આજે પણ કોરોના જેવી મહામારી સામે લડવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મદદ માટે અપીલ કરતા મોરબીએ ફરી મદદ કરવવા તતપર બન્યું છે.મોરબીમાંથી હાલ 20 લાખ રૂપિયા પીએમ રાહતનિધિ ફંડ જમા કરાવ્યા છે તો મુખ્યમંત્રી રાહત નિધિ ફંડ માં 9.93 લાખ કરતાં પણ વધુ રકમનાં દાનવીરોએ રકમ જમા કરાવી છે. આગામી દિવસમાં પણ દાનની સરવાણી ચાલુ રહેશે અને આ રકમ હજુ પણ વધી શકે છે. ઉદ્યોગકારોએ આશ્વાશન આપ્યું છે કે અત્યાર સુધી ક્યારેય પાછીપાની કરી નથી હજુ પણ નહીં જ કરીએ.

મોરબીમાં યંગ ઇન્ડિય ગ્રૂપનાં દેવેનભાઈ રબારી અને તેમની ટીમ દ્વારા 3000 જેટલી રાશન કીટ તૈયાર કરી છે. અને દરરોજ 300 જેટલા પરિવારને ઘર જઈ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ગરીબોને સહાય | યંગ ઇન્ડિયા ગ્રૂપે 3000 કિટ બનાવી

મોરબીમાં લોકડાઉન સ્થિતિ વચ્ચે સતત ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ચેપ નાં લાગે તે માટે જિલ્લા ભાજપ દ્વારા પોલિસ કર્મીઓ માટે 2000 માસ્કનું વિતરણ કરી જવાનોની સુરક્ષાને પ્રાધાન્ય આપ્યું હતું.

સુરક્ષા પહેલા | 2000 માસ્કનું પોલીસતંત્રને દાન

ગરીબ પરિવારના લોકોને ભૂખ્યા ન રહેવું પડે તો પોલીસે સામાજિક સંસ્થા સાથે મળી 251 કીટ તૈયાર કરી રફાળેશ્વર વિસ્તારમાં રહેતા ગરીબ પરીવારને આપ્યા હતા. આ તકે આર. એ જાડેજા અને ટાપરિયા હાજર રહ્યા હતા.

ફરજપરસ્તી | પોલીસે 251 કિટ તૈયાર કરી

મોરબીના યુવાનોની યુવા આર્મીએ જાતે ભોજન બનાવવાનું નક્કી કર્યું અને તે જરૂરીયાત મંદ લોકો અને પગપાળા ચાલીને જતા મજરોને આપવામા આવી રહ્યું છે અને આવા લોકોની જઠરાગ્ની ઠારી રહ્યું છે.

સેવા પરમો ધર્મ | આર્મી ટીમ ભોજન બનાવવામાં લાગી
અન્ય સમાચારો પણ છે...