તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાકુની અણીએ યુવકનું અપહરણ કરી 40 લાખની લૂંટ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચિખોદરા ચોકડી સ્થિત ધરતી બંગ્લોઝ ખાતે મયુરકુમાર પટેલ રહે છે. તેઓ વડોદરાની ગ્રીફીન ફોરેક્સ અને એટલાસ ફોરેક્સનું કમીશનથી કામ કરે છે. ગત 22મી નવેમ્બરના રોજ તેઓને વડોદરાની ઓફિસમાંથી આણંદ સચ ટ્રાવેલ્સ મેફેર રોડ અને ગ્વાલિયર ફોરેક્સમાંથી તેમના વિદેશી ચલણના પાર્સલ લઈને વડોદરા આપવા આવજો તેમ કહેતાં તેઓ બપોરે ચાર કલાકે પોતાની પાસેની બેગમાં વિદેશી ચલણ મૂકી બાઈક લઈને વડોદરા જવા માટે નીકળ્યા હતા. તેઓ બાઈક લઈને વડોદરા તરફ જઈ રહ્યા હતા. મોગર સ્થિત રૂપારેલ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે તેમને અટકાવી હતી. કારની આગળના ભાગે પોલીસ લખેલું પાટીયુ માર્યું હતું. કારમાંથી બે શખ્સો ઉતર્યા હતા અને તેમણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. યુવકને માર મારી કારમાં પાછળની સીટ પર બેસાડી દીધો હતો. તેના ગળા પર છરી મૂકી દઈ તેને કારમાં બાલ અમૂલથી બેડવા તરફ જવાના રસ્તે લઈ ગયા હતા. તેને સાંજે છ કલાકે બાધરપુરા દૂધ મંડળી પાસે જીવતા રહેવું હોય તો કોઈને કહીશ નહીં તેવી ધમકી આપી તેનો મોબાઈલ અને ખાલી બેગ આપી ફરાર થઈ ગયા હતા.

બીજી તરફ યુવકે તેના મોબાઈલથી સમગ્ર બનાવની જાણ જીતુભાઈ અને સાબીરભાઈને કરી હતી. તેઓ તાબડતોડ મોગર ખાતે દોડી આવ્યા હતા. આ બનાવ સંદર્ભે વિચારીને ફરિયાદ કરીશું તેમ કહ્યા બાદ બનાવના દોઢ મહિના બાદ યુવકને જીતુભાઈ, સાબીરભાઈ તેમજ તેમના દીકરા અરબાઝે ચિખોદરા ચોકડી પાસે બોલાવ્યા હતા. તેઓએ તેમની સાથે ઊભા રહેલા બે શખ્સની ઓળખ દેવાંગ અને તેની સાથેના રીયાઝ વ્હોરાની કરાવી હતી. બંને શખ્સ એ જ હતા કે જેઓએ તેનું દોઢ મહિના પહેલાં અપહરણ કર્યું હતું. તેઓએ તે લોકોને ધાકધમકી આપી તેમના પૈસા પરત જોઈતા હોય તો રૂપિયા દસ લાખની માંગણી કરી હતી. જેને પગલે અરબાઝભાઈએ તેમને રૂપિયા દસ લાખનો ચેક આપ્યો હતો. જોકે, આ વાતને પણ ત્રણ મહિનાનો સમય થવા આવ્યો હોવા છતાં આજદિન સુધી લૂંટેલા રૂપિયા પરત આપ્યા નહોતા. જેને પગલે યુવકે કુલ ચાર શખ્સો વિરૂદ્ધ વાસદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

ચિખોદરાનો યુવક મની એક્સચેન્જનું કામ કરતો હોય ચાર મહિના અગાઉ બેગમાં ફોરેન કરન્સી લઈને વડોદરા જતો હતો

કુખ્યાત દેવાંગ બ્રહ્મભટ્ટ અને તેના અન્ય ત્રણ સાગરિતોએ મળી પોલીસની ઓળખ આપી યુવકનું અપહરણ કર્યા બાદ લૂંટ આચરી હોવાનો ઘટસ્ફોટ

યુવક પાર્સલ લઈને જતો હોવાની ટીપ આપી કોણે ?

યુવકને 22મી નવેમ્બરના રોજ વડોદરા ગ્રીફન ફોરેક્સના જિતેન્દ્રસિંહ રાઠોડ અને એટલાસ ફોરેક્સના માલિક સાબિરભાઈએ ફોન કરીને પાર્સલ લઈ આવવાનું જણાવ્યું હતું. જેને પગલે યુવક બપોરે ચાર કલાકે પાર્સલ લઈને વડોદરા તરફ જવા નીકળ્યો હતો. સમગ્ર બનાવમાં દેવાંગ બ્રહ્મભટ્ટ તેમજ તેના સાગરિતો સાથે કોણ સતત સંપર્કમાં હતું તે બાબત હાલ તપાસનો વિષય છે. કારણ કે, યુવક પાર્સલ લઈને નીકળ્યો છે તે બાબતની જાણ કોને-કોને હતી તે તેમજ મોબાઈલ લોકેશન અને કોલ ડિટેઈલના આધારે તપાસ હાથ ધરવામાં આવે તો સત્ય બહાર આવી શકે છે.
અન્ય સમાચારો પણ છે...