બાવળાની એક વ્યક્તિએ 35 મકાનના ભાડુઆતનું 1 મહિનાનું ભાડું માફ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં કોરોના વાઈરસને લઈને સંપૂર્ણ દેશમાં લોક ડાઉન કર્યું છે.જેથી તમામ વેપાર-ધંધા બંધ થઈ ગયા છે.જેથી રોજનું કમાઇ ને રોજ ખાઈ રહેલા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. મોટા ભાગનાં આવા લોકો ભાડાના મકાન અને રૂમો રાખીને રહે છે.

જેથી આવી પરીસ્થિતિમાં લોકોને ભાડુ ભરવું બહુ મુશ્કેલ છે. જેથી આવા કપરા સમયમાં માનવતાં ખીલે તે જરૂરી છે.જેથી બાવળામાં રહેતાં સંજયભાઇ મનુભાઇ ભરવાડે પોતાની રૂમોમાં રહેતાં 35 ભાડુઆતો પાસેથી એક મહીનાનું ભાડુ નહીં લે. તેમણે જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં ભાડુઆતો પાસે જીવન જરૂરીયાતની વસ્તુઓ લઈ શકે તે માટે મેં એક મહીનાનું ભાડુ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. રોડ રસ્તા ઉપર ખડે પગે ફરજ બજાવતાં પોલીસ અને બીજા લોકોને ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

દરમિયાન મજૂરી માટેની તમામ વ્યવસ્થા બંધ થઇ હોવાથી મજૂર પરિવારો ક્યાંથી નાણાં ચૂકવશે. તે જોતા મકાન માલિકે આ નિર્ણય લીધો હતો. જ્યારે બહારના રાજ્યમાંથી આવીને પેટીયું રળતા લોકો પાસે હવે તો અન્ન પણ ખુટી પડ્યું છે. ત્યારે તેઓ કોના સહારે જીવન વિતાવશે તેવો પ્રશ્ન હાલમાં ચર્ચાઇ રહ્યો છે.

અત્યારે તમામ સગવડબંધ હોવાથી નિર્ણય

અન્ય સમાચારો પણ છે...