તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં કોરોન્ટાઈનમાંથી વ્યક્તિ ભાગી જતા ં દોડધામ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લામાં કોરોના વાયરસ પ્રસરતો અટકાવવા કોરોનાના શંકાસ્પદ દર્દીઓના સંપર્કમાં આવેલા અમુક લોકોને કોરોન્ટાઈન રાખવામાં આવ્યા હતા. જો કે તેમાંથી એક વ્યકિત ભાગી ગયો હતો. કોરોન્ટાઇનમાંથી નાસી છૂટેલો આ વ્યકિત મોરબી જિલ્લાના માળિયામાં યોજાયેલા લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયો હોવાની જાણ જામનગર જિલ્લા વહીવટી તંત્રને થઇ હતી.

આથી તંત્રએ મોરબી પોલીસને જાણ કરતા જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના આદેશથી પોલીસ લગ્ન સ્થળે
દોડી ગઇ હતી.

જો કે આ અંગે વ્યકિતને જાણ થતા ત્યાંથી પણ ભાગી જતાં પોલીસે વિવિધ ટીમ બનાવી તેની શોધખોળ કરી હતી. અંતે આ વ્યકિત રવાપર(નદી)ગામમાં હોવાનું જાણવા મળતા પોલીસ ત્યાં પહોચી વ્યકિતને પકડી પાડી મોરબી સિવિલના કોરોન્ટાઈન વોર્ડમાં સિફ્ટ કર્યો હતો.

સરકારી આદેશની અવગણના કરી જાહેર લોકોનાં આરોગ્ય પર જોખમ ઉભું કરવા બદલ તેની સામે પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

મોરબીથી પોલીસે પકડી ગુનો નોંધ્યો
અન્ય સમાચારો પણ છે...