તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોઈની બેંકોમાં ખાતેદારોની લાંબી કતારો જોવા મળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાનાં કહેરને લઇને તાજેતરમાં ચાલી રહેલાં સંપૂર્ણ લાૅકડાઉનને લઇને લોકોનાં આર્થિક પાસાઓ પર પણ ખૂબજ મોટી અસર જોવા મળી રહી છે. ત્યારે આજરોજ માર્ચ માસની આખર તારીખ નોકરિયાતોનાં પગારોની હોવાથી આજરોજ ડભોઇ નગરની બેન્કો પર ખાતેદારોની લાંબી કતારો જોવા મળી રહી હતી જે માં પણ સામાજીક અંતર નાં દર્શન થયાં હતાં.

દેશવ્યાપી સંપુર્ણ લાૅકડાઉનનાં આજરોજ છઠ્ઠો દિવસ, જ્યારથી દેશમાં આ સંપુર્ણ લાૅકડાઉનની સ્થિતિ સર્જાઇ છે. ત્યારથી વાહન વ્યવહારો બંધ આર્થિક કે ચિજવસ્તુઓનાં વિનિમય પર પણ ભારે અસર જોવા મળેથી ચીજવસ્તુઓનાં ભાવોમાં પણ ધરખમ વધારો થઇ ગયો છે. પ્રજા માટે રોજબરોજની ચીજવસ્તુઓ લેવા માટે પણ સમય સુચકતાં વાપરવી પડે છે. રોજ કમાઇને રોજ ખાનારાઓ માટે તો લોકડાઉનનાં કારણે તેઓને પણ ઘરોમાં લોક કરી દીધા હોય તેઓ પાસે નથી પૈસો કે નથી જીવનજરૂરિયાતની ચિજવસ્તુઓ જેથી સેવાભાવી સંસ્થાઓની સેવાઓનાં આધારે તેઓ પેટીયું ભરી રહ્યા છે.

ત્યારે બીજી બાજુ નોકરીયાતોની પણ હાલ તો કપરી પરિસ્થિતિ નજોવા મળી રહી છે. આખર તારીખો આવી ગઇ છે લોકડાઉનનાં દિવસો હજુ ઘણાં બાકી છે. ત્યારે ક્યારે પગાર થાયને ક્યારે મહીનાં કે બે માસનું રેશન એકસાથે ભરી દેવાયની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે કેટલાંક વિભાગનો આજરોજ પગાર બેન્કોમાં જમા થતાંની સાથે જ પગાર લેવા માટે કર્મચારીઓની બેન્કો પર લાંબી કતારો જોવા મળી હતી. ડભોઇ લાલબાજાર ખાતે આવેલી બેન્ક ઓફ બરોડાની વાત કરવા જઇએ તો બેન્કથી લઇને ઉંચાટીંબા સુધીની લાઇનો જામી હતી.

ગ્રાહકોએ સામાજિક અંતરનો નિયમ જાળવ્યો

_photocaption_ડભોઈમાં બેંક ઓફ બરોડામાં નાણા ઉપાડવા માટે ગ્રાહકોએ સામાજિક અંતરનો નિયમ જાળવી ઉભા રહ્યા હતા. } હેમંત પાઠક*photocaption*
અન્ય સમાચારો પણ છે...