ધરમપુર ગામે સિંહ બેલડીએ બાંધેલી વાછરડીનું મારણ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાંચાળ પંથકમાં હમણાંથી સિંહનો વસવાટ થયો છે. ત્યારે આ સિંહો પોતાના ભોજન માટે પશુઓના મારણ કરે છે. જેમાં તા.24-3-2020ના રોજ ધરમપુર ગામે રહેતા અરજનભાઈ સુખાભાઈ ઓળકીયાની ગામની સીમમાં આવેલી વાડીમાં પશુઓ બાંધ્યા હતા. ત્યારે એક વાછરડીનું સિંહબેલડીએ મારણ કર્યુ હતુ.આથી પશુમાલિકે સરપંચને જાણ કરતા તેઓએ વનવિભાગને જાણ કરી હતી.આ અંગે અરજણભાઈ ઓળકીયાએ જણાવ્યું કે રોડના કાંઠે આવેલ સીમની વાડીએ બાંધેલા પશુઓમાંથી એક વાછરડીનું મારણ કર્યાની મે સરપંચ ધીરૂભાઈ ઓળકીયાને જાણ કરી હતી. અને તેઓએ વનવિભાગને જાણ કરવામા આવી હતી.

પાંચાળ પંથકમાં સિંહ બેલડીનો વસવાટ

સરપંચે જાણ કરતાં વન કર્મી દોડ્યા

અન્ય સમાચારો પણ છે...