છોટાઉદેપુરમાં ફાયર ફાઈટર દ્વારા નગરમાં દવાનો છંટકાવ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર નગરમાં શાકભાજી ખરીદવા અર્થે કુસુમ સાગર ફૂટ પાયરી ઉપર મોટી સંખ્યામાં લોકો ભેગાં થતા નગરપાલિકા દ્વારા જુદી જુદી જગ્યાએ ભાગલા પાડ્યા. જેથી માનવ મેદની એકત્રિત થાય નહીં. નગરપાલિકા એ શાકભાજી વેચનારાઓને જુદી જુદી 10 જગ્યા ઉપર બેસાડ્યા હતા. જેથી ભીડ થાય નહીં. આમાં પોસ્ટ ઓફિસ કસ્બા ચાર રસ્તા સ્ટેટ બેન્ક ગુરૂકૃપા સોસાયટી કિલ્લામાં બેસવા કહ્યું હતું. સમગ્ર નગરમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટે અને કોરોના વાઈરસ પસરે નહીં એ માટે નગરપાલિકા દ્વારા પાણીમાં સોડિયમ હાયપોક્લોરાઈટ દવા મિક્સ કરીને ફાયર ફાઈટર દ્વારા સમગ્ર નગરમાં છંટકાવ કર્યો હતો. આ સિવાય રોજ સાંજના પણ ફેંકો મશીન દ્વારા પણ નગરમાં ધૂમાડા કરવામાં આવે છે.

આ સિવાય નગરપાલિકા દ્વારા નગરમાં માસ્ક સેનેટાઈઝ વિતરણ કરવામાં આવ્યું હતું જેલમાં કેદીઓને પણ આ વસ્તુઓ આપવામાં આવી હતી.

_photocaption_નગરપાલિકા દ્વારા દવા છંટકાવ કરાયું. } વિવેક રાવલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...