ગોંડલમાં શ્રમિકોને રઝળતા કરી દેનાર ત્રણ સામે ગુનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ પોલીસ તંત્ર દ્વારા લોકડાઉન નું સંપૂર્ણપણે પાલન થાય તે હેતુથી ચોરે ને ચોકે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે સિમેન્ટ ઉદ્યોગના ત્રણ કારખાનેદારો દ્વારા મજૂરોને છુટા કરી રોડ પર રઝળતા મુકી દેવાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મોવિયા રોડ પર પશુ દવાખાના પાસે આવેલ હનીફભાઈ નાથાભાઈ ધાડા, ઈસ્માઈલભાઈ અબુભાઈ ધાડા તેમજ અઝીઝભાઈ અલીભાઈ પતાણી દ્વારા પોતાના કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોને જાહેર માર્ગોપર છૂટા મૂકી દેતા સીટી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ.એન રામાનુજના ધ્યાને આવતા ત્રણે કારખાનેદારો વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ તકે નાયબ પોલીસ અધિક્ષક ઝાલાએ જણાવ્યું હતું કે કારખાનેદારો સંપૂર્ણપણે જાણતા હતા કે મજૂરોને જાહેરમાં છુટા મૂકવાથી કોરોનાવાયરસનો ચેક ફેલાય તેમ છે તેમ છતાં પણ કારખાનેદારો દ્વારા બેદરકારી દાખવી માનવતાને નેવે મૂકી મજૂરોને છૂટા કરી દેવામાં આવ્યા હોય તેથી આવા લોકો વિરુદ્ધ કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...