રાજકોટથી છોટાઉદેપુર જિલ્લાની 65 વ્યક્તિઓને લઇને બસ આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવ જેટલી બસ છોટાઉદેપુર જિલ્લાના શ્રમિકો જે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છે તેમને લાવવા માટેનો પ્રયાસ શરુ કરી દિધો છે.અને લાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.આવી જ એક બસ છોટાઉદેપુરથી રાજકોટ પહોચી હતી અને રાજકોટ ડેપો પાસેથી છોટાઉદેપુર જિલ્લાના લોકોને લાવી હતી.આ બસ જ્યારે ત્યાં પહોચી ત્યારે લોકોના ધાડેધાડા જાણે એમને લેવા માટે બસ આવી હોય એમ આવી પહોચ્યા હતા.પણ આ બસ છોટાઉદેપુર જિલ્લાના લોકોને લાવવા માટેની હતી.

જેથી ત્યાંથી 65 જેટલી વ્યક્તિઓને ત્યાંથી લાવવા માટે સવારે 10 વાગ્યે નિકળી હતી.ત્યાંથી બસમાં 10 જેટલા તો નર્સિંગનો અભ્યાસ કરવા માટે ગયેલા હતા.બાકીના મજુરી અર્થે ગયા હતા.આ તમામને લઇને નિકળેલી બસ સાંજે ચાર વાગ્યે બોડેલી પહોચી હતી.રસ્તામાં બસ બે વખત ઉભી રખાઇ હતી.પણ ક્યાંય પાણી સુધ્ધાં નહોતું મળ્યું.લોકો પોતાની સાથે લાવ્યા એજ પાણી અને ખાવાનું ખાવું પડ્યું હતું.બસ સાથે ગયેલા તલાટી અનિલભાઇએ જણાવ્યું હતું કે બે બસ રાજકોટ ગઇ હતી.પણ હજી બીજી બસ ભરાય એટલા છોટાઉદેપુર જિલ્લાના લોકો રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં છે.

_photocaption_રાજકોટથી 65 લોકોને લઇને બસ આવી હતી. } સંજય ભાટિયા*photocaption*
અન્ય સમાચારો પણ છે...