તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતીવાડાની 50 બેડની હોસ્પિટલ કોરોના આઇસોલેશન માટે અપાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારડીના મોતીવાડા સ્થિત વેવ હોસ્પિટલના સંચાલકોએ હાલમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને 50 બેડની હોસ્પિટલને સરકારને આઇસોલેશન વોર્ડ બનાવવા માટે હેન્ડ ઓવર કરી છે.

સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિંવ કેસો વધી રહ્યા છે એવા સંજોગમાં વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તકેદારી રાખી રહી છે. વલસાડ સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલમાં પણ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીને રાખી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સંજોગમાં દેશમાં ચાલતી રહેલી ક્રિટીકલ સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો આર્થિક મદદ કરવા માટે આગળ આવ્યા છે. આવા સંજોગમાં પારડી નજીકની મોતીવાડા સ્થિત વેવ હોસ્પિટલના સંચાલકોએ કોરોના વાયરસની સારવાર માટે અને આઇલોશન વોર્ડ કરવા માટે 50 બેડની સમગ્ર હોસ્પિટલને સરકારને હેન્ડ ઓવર કરી છે. વેવ હોસ્પિટલના સંચાલક વી.કે. પાન્ડેના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં 50 બેડની સુવિધા છે તે પૈકી 20 બેડને આઇસોલેશન વોર્ડ તરીકે તૈયાર કરીને આરોગ્ય વિભાગે સ્ટેન્ડ બાયમાં રાખી છે.

અન્ય સમાચારો પણ છે...