તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચરોતરના 952 પ્રવાસીઓએ એર ટીકીટ કેન્સલ કરાવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાંથી 40 ટકા લોકો વિદેશ રહેશે છે.જેના કારણે આ પંથકમાં મોટાપ્રમાણ વિદેશ જવા માટેની અવરજવર ચાલુ રહે છે.આણંદ એરઇન્ડિયા ઓફિસ ખાતે દરવર્ષે માર્ચ,એપ્રિલ અને મેમાં વિદેશ પરત જવા માટે તથા સગાસંબંધીઓને મળવા જનારોની સંખ્યા વધુ રહે છે.કોરોના વાયરસના પગલે છેલ્લા એક સપ્તાહથી એર ઇન્ડિયા સહિતની મોટાભાગની ફાલાઇટો રદ કરવામાં આવી છે.જેના કારણે વિદેશ જવા માટે ઇચ્છુંક યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે.હાલ તો આણંદ એરઇન્ડિયાની ઓફિસ દરરોજ પ્લેનની ટીકીટ રદ કરવા કે તારીખ બદલવા માટે 100થી વધુ યાત્રિકો આવે છે.

આણંદ એર ઇન્ટિયા ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ સપ્તાહમાં 900 વધુ ટીકીટોની તારીખ ફેરબદલ કે રદ કરવા માટે મુસાફરો આવ્યા છે. આગામી 15મી એપ્રિલ સુધી ફાલાઇટો બંધ હોવાથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે

વિદેશ જવા માંગતા યાત્રિકોએ એક માસ અગાઉ ટીકીટ બુક કરાવી હતી

દિકરીના શ્રીમંતમા જવાનું હતું પણ ફલાઇટો બંધ રહેતા ટીકીટ રદ કરાવી

આણંદ શહેરના જાનકીબેને જણાવ્યું હતું કે આગામી 10મી એપ્રિલના રોજ ન્યુજર્સીમાં રહેતી દિકરીનું શ્રીમત હોવાથી 25મી માર્ચની ટીકીટ એક માસ અગાઉ બુક કરાવી હતી.પરંતુ હાલમાં કોરોના વાઇરસના પગલે ફાલાઇટો બંધ કરવામાં આવી છે.તેના કારણે મારે ટીકીટ કેન્સલ કરાવી પડી છે.હવે પછી રાબેતામુજબનો વ્યવહાર થશે તો જઇશું

24મીની ટીકીટ હતી પણ રદ કરાવી પડી

અમેરિકા વર્ષોથી સ્થાઇ થયેલા કુલદીપ જાડેજા તાજેતરમાં વતનમાં આવ્યા હતા.તેઓ અમેરિકા પરત જવા માટે એર ઇન્ડિયામાં 24મી ટીકીટ બુક કરાવી હતી. પરંતુ હાલ પ્લેનની સેવાઓ બંધ કરવામાં આવી છે.તે માટેસવારથી ટીકીટ રદ કરવા માટે ઉભો છું પણ માણસો ઓછા હોવાથી ઝડપથી કામ થતું નથી. દિવસ દરમિયાન 100થી વધુ લોકો ટીકીટ રદ કરવા માટે આવે છે.
અન્ય સમાચારો પણ છે...