ગઢડા (સ્વામિના) માં 9 હજાર લોકોને હોમ ક્વોરનટાઈન કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઢડા(સ્વામિના) તાજેતરમાં કોરોના વાયરસ ના ભિતી ગ્રસ્ત વાતાવરણમાં અવનવી વાતો અફવાઓ અને ભય ના માહોલમાં મોટાભાગના લોકો સ્વયં તકેદારી જાળવી રહ્યા છે. તેમજ લોક ડાઉનના પગલે જરૂર વગર બહાર નહી નિકળળવા નુ મુનાસિફ માની ધરે જ રહેતા તમામ રસ્તા શેરીઓ સૂમસામ બની જવા પામેલ છે. આ પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર દ્વારા સક્રીતા દાખવી કામગીરી હાથ ધરાઈ રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર ગઢડા તાલુકામાં સુરત, મુંબઈ વિગેરે શહેરમાંથી આવેલા ૯ હજાર લોકોને હોમ કવોરનટાઈન કરી તકેદારી માટે ૧૪ દિવસ સુધી ધરમાંજ રહેવા તથા કોઈ નો સંપર્ક નહી કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવેલ છે. આ બાબતે બહારથી આવેલા લોકોને સ્વસ્થ હોય તેમ છતા ૧૪ દિવસ ગંભીરતા જાળવી કવોરોનટાઈન નો‌ અમલ કરવા તેમજ જે તે વિસ્તારમાં અમલ નહી કરતા લોકો ની આજુબાજુ રહેતા લોકો એ સતર્ક રહી તંત્ર નો સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે. આ અંતર્ગત દક્ષિણ ભારત ની યાત્રા થી પરત ફરી આવી રહેલી બસ ના યાત્રિકો ને બસમાંથી ઉતરીને સીધા ધરે તેમજ શહેરમાં પ્રવેશ નહી કરવા તકેદારી લઈ આરોગ્ય તંત્ર દ્વારા તમામ યાત્રિકોને એક જગ્યાએ ઉતારી જરુરી ચકાસણી કરવામાં આવેલ છે. સમગ્ર બોટાદ જિલ્લો તથા ગઢડા તાલુકા માં કોરોના બાબતે આજ દિવસ સુધી કોઈ શંકાસ્પદ કેસ નહી હોવાનું જાણવા મળેલ છે. આ બાબતે ગંભીર તકેદારી માટે અન્ય શહેરમાંથી વતન માં આવતા લોકો એ તકેદારી જાળવવા અને જે તે વિસ્તારના લોકોએ ચાંપતી નજર રાખવા અને ખાસ‌ કિસ્સામાં તંત્ર નો સંપર્ક કરી માહિતિ આપવા જાગૃત રહેવા જણાવવામાં આવેલ છે. આ અનુસંધાને અમુક વિસ્તારો સોસાયટી માં બહારથી આવતા લોકો માટે પ્રવેશ બંધી પણ ફરમાવવામાં આવેલ છે. ત્યારે સમગ્ર બાબતે કોઈપણ માહિતી તથા મદદ માટે આરોગ્ય તંત્ર દ્વારા ૨૪ કલાક માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે જે માટે સંપર્ક નંબર 02848-271340/41 અને 104 ઉપર સંપર્ક કરવા જણાવવાયું છે. ગઢડા નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં ક્રમશઃ દવા નો છંટકાવ કરી સંપૂર્ણ શહેર ને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તેમજ પોલીસ તંત્ર દ્વારા સરકાર ના જાહેરનામા નો ચુસ્ત અમલ કરાવવા માટે કવાયત હાથ ધરી જાહેરનામા ના ભંગ બાબતે ૧૩ કરતા વધારે કેસ કાર્યવાહી કરવામાં આવેલ છે.

નગરપાલિકા દ્વારા શહેરમાં સેનેટાઈઝીંગ હાથ ધરાયુ

અન્ય સમાચારો પણ છે...