તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ સબ જેલમાંથી 8 કેદી મુક્ત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ સબ જેલમાં સજા ભોગવી રહેલા કુલ 54 આરોપીઓ પૈકી આઠ આરોપીઓને આજે હગામી ધોરણે જામીન આપવામાં આવ્યા હતા. જામીન તેમને આગામી 30મી મે સુધીના કેટલીક શરતોને આધિન આપવામાં આવ્યા છે.

આણંદ સબ જેલમાંથી મુક્ત કરવામાં આવેલા આરોપીઓ મોટાભાગના ચોરીના ગુનામાં પકડાયેલા છે. તેમના વિરૂદ્ધ આણંદ, વિદ્યાનગર, વાસદ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા છે. જેલમુક્ત કરાયેલા આરોપીઓમાં યાસીન આદમ વ્હોરા, પ્રકાશ ચીમન માછી, હસમુખ મોહન માછી, વિજય જયંતિ પરમાર, ચેતન ઉર્ફે બોડીગાર બટુક મિસ્ત્રી, નિલેશ સોમા બારૈયા, સદૃામ મહમદહુસૈન સૈયદ, સિદ્ધાર્થ મોતીરામ સહસ્ત્રબુદ્ધેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...