તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાહોદનો 75 % વિસ્તાર ડિસઇન્ફેક્ટેડ થયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સહિતના વિવિધ બીમારીઓ માટે શહેરના વિવિધ વોર્ડની સોસાયટીઓ, મહોલ્લા, ફળીયા અને ગલીઓમાં દાહોદ નગર પાલિકા દ્વારા દિવસરાત એક કરીને સોડિયમ હાયપોક્લોરાઇડ નામે રાસાયણિક પાણીના છંટકાવની કામગીરી કરી રહી છે.

દાહોદ પાલિકાના ચીફ ઓફિસર અતુલસિંહા, પ્રમુખ, ઉપપ્રમુખ અને જે તે વિસ્તારના કાઉન્સિલર્સ સાથે 415 જેટલા કર્મચારીઓ હાલમાં કોરોનાની વ્યાધિથી શહેરને બચાવી રાખવા કટિબદ્ધ સ્વચ્છતા સૈનિકોની ભૂમિકા ભજવી રહ્યા છે. દાહોદ ખાતે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ડિસઇન્ફેક્શનની પોણા દાહોદમાં અર્થાત 75 % જેટલી કામગીરી સંપન્ન થઇ ચુકી છે. તો સાથે જ દાહોદના તમામ વિસ્તારોમાં ફોગિંગની કામગીરી પણ પૂર્ણ થઇ ગઇ છે. ફાયર ફાયટરમાં પ્રત્યેક વખતે 125 લીટર જેટલું રાસાયણ ઉમેરવામાં આવે છે તો દાહોદની નાનીનાની ગલીઓમાં જયાં ફાયર ફાઈટર જઈ નથી શકતું ત્યાં 15 જેટલા કર્મચારીઓની ટીમ દ્વારા 2 જેટિંગ મશીન દ્વારા રસાયણયુક્ત આ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. 2500 લીટરના ફાયર ફાયટર અને 1000 લીટરના બે જેટિંગ મશીન દ્વારા થયેલી કામગીરી થકી શહેરનો 75 % વિસ્તાર 1,02,500 લીટર રાસાયણિક પાણીનો છંટકાવ કર્યો છે. સેનેટરી ઇન્સ્પેક્ટર એસ. આર. ખપેડે જણાવ્યું હતું કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે નગરપાલિકા દ્વારા સફાઇ કામગીરી પણ વધુ સઘન કરી દેવામાં આવી છે. જેમાં 275 સ્વચ્છતા કર્મીઓ, 50 મેઇન રોડના સ્વચ્છતા કર્મીઓ અને રાત્રિ સફાઇના 60 સ્વચ્છતા કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે. જ્યારે 28 કર્મચારીઓ દ્વારા ફોગિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ડિસઇન્ફેક્શનની કામગીરી બાકી રહેલા દાહોદના શહેરી વિસ્તારોમાં પણ આગામી બેચાર દિવસમાં પૂર્ણ થઇ જશે.

2 ફાયર ફાઇટર, 2 જેટિંગ મશીન અને 10 સ્પ્રેઇંગ મશીન સાથે પાલિકાના 415 કર્મીઓ સેવામય બન્યા

એક લાખ લિટર જેટલા સોડિયમ હાયપોક્લોરાઇડ નામે રાસાયણિક પાણીથી છંટકાવ કરાયો

ગલીઓ, ઓટલા, દીવાલો પર સ્પ્રે કરવામાં આવી રહ્યો છે

દાહોદ પાલિકા દ્વારા તા. 22 માર્ચથી સમગ્ર નગરમાં ડિસઇન્ફેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 2 ફાયર ફાયટર, 2 જેટિંગ મશીન અને 10 સ્પ્રેઇંગ મશીનને કામે લગાડવામાં આવ્યા હતા. પાણી સાથે સોડિયમ હાયપોક્લોરાઇટ નામનું રસાયણ ઉમેરી તૈયાર થયેલા આ દ્રાવણનો નગરની ગલીઓ, ઓટલાઓ અને દિવાલો ઉપર સ્પ્રે કરવામાં આવી રહ્યો છે.>અતુલ સિંહા, મુખ્ય અધિકારી
અન્ય સમાચારો પણ છે...