ચલામલી PHCના 5 સબ સેન્ટરનાં 25 ગામોમાં 586ને હોમ ક્વોરન્ટાઇન કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી પીએચસીના તાબા હેઠળ આવતા પાંચ સબ સેન્ટરમાં આવતા 25 ગામોમાં આરોગ્ય વિભાગના ડોર ટુ ડોર સર્વે દરમિયાન અન્ય શહેરમાંથી આવેલ વ્યક્તિઓની માહિતી એકત્ર થતા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું અને 586 લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરાતા વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

તમામ ઘરની બહાર બોર્ડ લગાડી દેવામાં આવતા તમામ લોકોએ 14 દિવસ સુધી સરકારના આરોગ્ય વિભાગના નિર્દેશોનું પાલન કરવું પડશે. બોડેલી તાલુકાના ચલામલી પીએચસીમાં ૫ સબ સેન્ટરો આવેલા છે જેમાં ચલામલીમાં 138, ઊંટકોઈ 186, કાશીપુરા 109, નાના અમાદરા 56 અને છત્રાલીમાં 97 મળીને 25 ગામના કુલ 586 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ સબ સેન્ટરોમાંથી લગભગ દરેક ઘરેથી દીકરો કે દીકરી વધુ અભ્યાસાર્થે અન્ય શહેરોમાં ભણવા અને મજૂરી, નોકરી અર્થે હોવાથી સરકારના આરોગ્ય વિભાગના સર્વે મુજબ તેઓનું 14 દિવસ સુધી મોનીટરીંગ આરોગ્યતંત્ર દ્વારા કરાશે. આ તમામ લોકો ગામમાં આવ્યા બાદ ઘરમાંથી બહાર નીકળ્યા નથી. સરકારના નિર્દેશોનું પાલન કર્યું છે તેવું જાણવા મળ્યું છે. આરોગ્ય તંત્રના સર્વેમાં પણ કોઈને પણ તાવ, શરદી, ખાસી સહિતના લક્ષણો જોવા મળ્યા નથી. આરોગ્ય વિભાગ ખુબ સારી કામગીરી કરી તેઓની રોજબરોજ તપાસ કરી રહ્યું છે. પોલીસ તંત્ર પણ હરકતમાં આવતા તેઓ તમામ હોમ કોરોનટાઇન કરાયેલા લોકો પર નજર રાખી રહી છે. ચલામલી પીએચસીમાં આવતા 4 સબ સેન્ટરોમાં આરોગ્ય તંત્રની સતર્કતાથી અન્ય શહેરમાંથી આવેલ 586 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

ઢોકલીયામાં 13ને હોમ ક્વોરન્ટાઇન કરાયા

બોડેલીની પાસે આવેલા ઢોકલીયા ગામના રઝા નગર વિસ્તારમાં બે ભોઈ પરિવારને ત્યાં એમપીનાં સેંઘવાથી 13 શ્રમિકો આવ્યા હોવાથી તેઓનું આરોગ્ય વિભાગે મેડિકલ ચેકઅપ કરીને તમામને હોમ ક્વોરન્ટાઇન કરતા ઢોકલીયા વિસ્તારમાં લોકો ફફડાટ વ્યાપ્યો છે.
અન્ય સમાચારો પણ છે...