તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોઇમાં પાંચ દિવસમાં 51 વાહનો ડિટેઇન કરાયાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર દેશની સાથે ડભોઇ નગરમાં આજે લોકડાઉનનાં પાંચમો દિવસ સુધીમાં પોલીસે દ્વીચક્રી અને ચાર ચક્રી મળી કુલ 51 વાહનો ડિટેઇન કરી આરટીઓના મેમા આપ્યા હતા. જ્યાં સુધી આરટીઓ કચેરી નહીં ખુલે ત્યાં સુધી દંડ ભરાય નહીં ને વાહનો છૂટે નહી. છતાં હજુ કેટલાય વીર બહાદુરો આવા જાહેરનામાનો ભંગ કરી વાહનો લઇ બહાર નિકળી રહ્યા છે. તો વળી શેરીઓમાં ટોળા જમાવી બેસી રહી જાહેરનામાનો ભંગ કરતાં હોવાથી ડભોઇ પોલીસે ત્રીજુ નેત્ર ખોલી નાંખ્યું છે. નગરનાં સીસીટીવી અને ડ્રોન કેમેરાથી નજરો નાંખી આવા તત્વોને જેર કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

આવા તત્વો સામે પણ ડીજીપી શિવાનંદ ઝાનાં આદેશ અનુસાર ડભોઇ પોલીસ હવે નગરમાં નાંખવામાં આવેલાં 84 જેટલાં સીસીટીવી અને નગરમાં ડ્રોન કેમેરા ઉડાડી ફોટા કેપ્ચર એ ફોટા આધારે ડભોઇ પોલીસ હવે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...