ને.હાઇવે પર 500 ટ્રકોના પૈડાં થંભી ગયા, વાહનોનો જમાવડો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર નેશનલ હાઇવે પર હોટલો પર500 થી વધુ ટ્રકોનું લોક ડાઉન જોવામળી રહ્યું છે. છેલ્લા 5દિવસ થી ટ્રકચાલકો ટ્રક લઇ ઠરી ઠામ થઇ બેસી ગયા છે. ખાસ કરી લોક ડાઉન રાજ્ય બહારના ટ્રક ચાલકો માટે મુશીબત બની રહ્યા છે. તેમના માટે ભોજન તેમજ રહેવાની સૌથી મોટી સમસ્યા સર્જાય છે. પરિવાર સાથે ફોન પર વાત થતાંજ એક બીજાની સ્થિતિ સાંભળી આશ્વાશન સાથે આખોમાં આશુ જોવા મળી રહ્યા છે. દેશમાં જાહેર થયેલા લોક ડાઉન વચ્ચે અંકલેશ્વરમાં થી પસાર નેશનલહાઇવે પર આવેલ હોટલ,પેટ્રોલપંપ આગળ ટ્રકો જમાવડોજોવા મળી રહ્યો છે. પાનોલી થી માંડવા ટોલ પ્લાઝા સુધી વિવિધ ટ્રકો હોટલપર પાર્ક થઇ ગયેલી અંદાજિત 500 થી વધુ ટ્રક, ટ્રેલર, ટેન્કર,નાપૈડાં લોક ડાઉન કરી તેવો રોકાય ગયેલા છે. છેલ્લા 5 દિવસ થી તેવો અહીંઠરી થામ થઇ ગયેલા છે. આ વચ્ચે નર્મદા ગેટ આગળ 150 થીવધુ ટ્રકો જે રોકાયેલી છે. હજીરા થી ગાંધીધામ તરફ ટ્રક લઇ જતા કામનાથ યાદવે જણાવ્યું હતું કે તેવો મૂળ ઉત્તર પ્રદેશના છે. અને લોક ડાઉન જાહેર થતાંજ ટ્રાન્સપોર્ટરો દ્વારા જ્યા છો ત્યાંજ રોકાય જવા સૂચના આપી છે. જેને લઇ ખરોડ પાસે હોટલ પર છેલ્લા 5 દિવસ તેવો રોકાયા છે. સમસ્યા વધી જવા પામી છે. જમવા થી માંડી રહેવાની સમસ્યા સર્જાય છે. તો ધરે ફોન કરતાજ પરિવારના સભ્યો જ્યાં હોય ત્યાં થી પરત આવી જવા માગ કરી આંસુ વહાવી રહ્યા છે. તો અન્ય એક ચાલક ઉમેશ કુમારે જણાવ્યું હતું કે છેલ્લા 5 દિવસ થી તેવો અહીં છે. તેવો મૂળ યુ.પી.ના બનારસ ના છે. તેમને અહીં કોઈજ મદદ મળી નથી રહી કોરોનાને લઇ માર્ગો બંધ થતા તેવો નિકરી શકતા નથી, તેમન જમવા સૌથી વધુ સમસ્યા છે.

રાજ્ય બહારના ડ્રાઈવરો લોક ડાઉનમાં અટવાયા

_photocaption_અંકલેશ્વર પાસે હાઇવે પર રોડની સાઇડે પાર્ક કરાયેલી ટ્રકો નજરે પડે છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...