તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહાદરપુર ગામે જાહેરનામાના ભંગ બદલ 5 વ્યક્તિની અટકાયત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંખેડા તાલુકાના બહાદરપુર ગામે ગાયત્રી મંદિર તરફ જવાના ત્રણ રસ્તા ઉપર ત્રણ બાઇક ચાલક તથા બીજા બે માણસો ભેગા ટોળુ વળીને રોડ ઉપર ભેગા થયેલા હોઇ તેઓ ભાગવા જતા તેઓને કોર્ડન કરીને જે તે સ્થિતિમાં ઉભા રાખ્યા હતા. બાઈક ચાલકો અને ઉભા રહેલા માણસોને પોલીસે ટોળે
વળીને ઉભા રહેવા બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપ્યો નહોતો.

હાલમાં કલમ 144 મુજબનું જાહેરનામું અમલમાં હોઇ આ તમામ પાંચેય વ્યક્તિઓ બકુલભાઇ વેસ્તાભાઇ ભાભોર(બાઈક સાથે) રહે.ગોલાગામડી તા.સંખેડા, પંચીભાઇ રમેશભાઇ વણઝારા(બાઈક સાથે)રહે.બહાદરપુર, જયેશભાઇ પ્રેમલભાઇ તડવી રહે.ગોલાગામડી, રતનભાઇ વિઠ્ઠલભાઇ તડવી રહે.બહાદરપુર અને રતીલાલ જગમાલભાઇ દેસાઇ(બાઈક સાથે) રહે.માંજરોલની અટકાયત કરી હતી.

ગાયત્રી મંદિર તરફ જવાના ત્રણ રસ્તા ઉપર ટોળુ ભેગું થયું હતું

અન્ય સમાચારો પણ છે...