નેપાળમાં ફસાયેલા દાનહના 45 યાત્રી માદરે વતના આવવા રવાના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેપાળમાં ફસાયેલા સઘપ્રદેશ દાનહના 20 પરિવારના 45 સભ્યો પોલીસ એસ્કૉટ સાથે માદરે વતન તરફ આવવા રવાના થયા છે.તેઓને ઉગારવા બદલ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનો સાંસદ મોહન ડેલકરે આભાર માન્યો છે.

ભારત અને નેપાળની સીમા પર ફસાયેલા દાદરા નગર હવેલીના 20 પરિવારોના 45 લોકોએ આજે શાંતિનો શ્વાસ લીધો છે. ભારત નેપાળ બોર્ડરથી કેન્દ્રના દિશાનિર્દેશથી ગુરુવારે સાંજે 5 કલાકે પોલીસ એસ્કૉટ સાથે આ યાત્રળુઓ રવાના કરતા પરિવારના સભ્યોને મોટી રાહત થઇ છે.આ તમામ 20 સિનિયર સિટિઝન પરિવારો જેમાં મહિલાઓ પણ છે. જેઓ ભારત અને નેપાળના અલગ અલગ ધાર્મિક સ્થળોની યાત્રાએ ગયા હતા.આવા સંજોગોમાં દેશ અને દુનિયાના ઘણા દેશોમાં લોકડાઉનનું એલાન થતાં.આ તમામ ભારત અને નેપાળની સીમા પર ફસાઈ ગયાં હતાં અને ખૂબજ મુશ્કેલીઓમાં મુકાઈ ગયા હતા. આ તમામ યાત્રાળુઓને હેમખેમ પરત લાવવા ત્રણ દિવસથી સાંસદ મોહન ડેલકર દ્વારા પ્રધાનમંત્રી અનેનું ખાસ ધ્યાન દોર્યુ હતું.જેમાં ગૃહમંત્રી અમિત શાહને વ્યક્તિગત રીતે જાણ કરતા તેઓએ આ યાત્રાળુઓને ઉગારવા તાત્કાલિક આદેશ કર્યો હતો .જેના પરિણામ સ્વરૂપ આ તમામ મહિલાઓ સહિત 20 પરિવારના 45 સભ્યો પોતાના ઘરે ફરી રહ્યા છે. આમ હવે ફસાયેલા લોકોને મોટી રહાત મળી છે.

યાત્રીઓને ઉગારવા બદલ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનો સાંસદે આભાર માન્યો

અન્ય સમાચારો પણ છે...