તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ-વિદ્યાનગરમાં ડ્રોન પેટ્રોલિંગ દરમિયાન 42 શખ્સ સામે ગુના નોંધાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જોકે, આમ છતાં પણ કેટલાંય લોકો બેદરકાર બની સોસાયટી, ફળીયા કે ચોકડી વિસ્તારમાં એકત્ર થાય છે. કેટલાંક બેફિકર બની બિન્દાસ રોડ પર ફરે છે. વધુમાં સોસાયટીઓ અને ગલીઓમાં ટાઈમ પાસ કરવા ક્રિકેટ સહિતની રમતો રમે છે. તેમજ ટોળે વળીને મહિલાઓ ટપ્પાટોળી કરે છે. ત્યારે આવા લોકો પર નિયંત્રણ આવે તે હેતુસર આણંદ જિલ્લા પોલીસ દ્વારા સઘન કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આણંદ, વિદ્યાનગર અને ઉમરેઠમાં ડ્રોન ઉડાડીને કાર્યવાહી કરાઈ છે. આ રોગ ખૂબ જ ચેપી છે અને તેમાં સામાજિક દૂરી જરૂરી છે તેવી વારંવાર જાહેરાતો છતાં પણ લોકો સતત તેને અવગણી રહ્યા છે. આણંદ, વિદ્યાનગર અને ઉમરેઠમાં જુદા જુદા વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું હતું. જેમાં વિદ્યાનગરના હરીઓમ નગર અને ધોબીઘાટ વિસ્તારમાં, આણંદમાં ગણેશ ચોકડી અને મંગળપુરામાં ડ્રોન ઉડાડી પોલીસે 42 શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

સોસાયટી, ગલી અને રસ્તા પર ટોળે વળી બેસનારા સામે ડ્રોનની બાજ નજર

અન્ય સમાચારો પણ છે...