તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરાજીના નેશનલ હાઈવે પર રાયડીથી ચાલીને વતન જવા નીકળેલા 40 શ્રમજીવીને અટકાવ્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_ધોરાજીના નેશનલ હાઈવે પર રાયડીથી ચાલી ને મધ્યપ્રદેશ જવા નિકળેલા 40 જેટલા મજૂર મહિલા, પૂરૂષ, બાળકોને આગળ વધતા અટકાવીને પોલીસે તેમના મૂળ સ્થાને ખસેડયા હતા. કોરોના લોકડાઉન અન્વયે ઠેર ઠેર મજૂરો વતન જવા ચાલીને નિકળ્યા છે ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડ નેશનલ હાઈવે પર રાયડીથી ચાલી ને વતન જવા નિકળેલા આશરે 40 શ્રમજીવીઓને ત્યાં જ રોકીને તેમને પરત મોકલવા તજવીજ હાથ ધરાઇ હતી, સાથોસાથ આ અંગેની જાણ સેવાભાવીઓને થતાં તેમણે મજૂરો માટે નાસ્તો, ચાપાણીની વ્યવસ્થા કરી હતી. મજૂરોએ પણ એવો ભાવ વ્યક્ત કર્યો હતો કે અમારે વતન જવું છે, અહીં દાણા પાણી ખુટી પડ્યા છે, પરંતુ કોઇ વાહન મળતાં નથી. પોલીસે પણ સમજાવટનો માર્ગ પકડ્યો હતો.}તસવીર : ભરત બગડા*photocaption*
અન્ય સમાચારો પણ છે...