બજરંગપુર પાસે 4 જીવંત કાર્ટીસ, પીસ્ટલ સાથે શખસ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર તાલુકાના બજંરગપુર પાટીયા પાસે પંચ એ પોલીસે એક કારને રોકી ચાલકને પીસ્ટલ અને ચાર જીવંત કાર્ટીસ સાથે પકડી પાડયો હતો.પોલીસે કાર સહીત રૂ.4.30 લાખનો મુદામાલ કબજે કરી પકડાયેલા શખ્સ સામે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધ્યો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરની ભાગોળે ગ્રામ્ય પંથકમાં પ્રોબેશનલ એએસપી સફીન હસન અને પીએસઆઇ ડી.પી. ચુડાસમાના નેતૃત્વમાં પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટીમે બાતમી પરથી જામવંથલી રોડ પર બજરંગપુર પાટીયા પાસે વોચ ગોઠવી હતી.જે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને પોલીસે રોકી તેની તલાશી લેતા અંદરથી પિસ્ટલ ઉપરાંત ચાર જીવંત કાર્ટીસ મળી આવ્યા હતા.

આથી પોલીસે ચાલક હિરા રાયધનભાઇ સબાડ(રે.બજરંગપુર)ને પકડી પાડી રૂ.30, હજારની પીસ્ટલ ઉપરાંત કાર્ટીસ અને કાર સહીત રૂ.4.30 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે પકડાયેલા શખ્સ સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસે હથિયાર કયાંથી લવાયુ છે? સહીતની બાબતોને લક્ષમાં રાખી પકડાયેલા શખ્સની જીણવટભરી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

રૂ.4.30 લાખનો મુદામાલ કબજે, આર્મ્સ એકટ મુજબ ગુનો

પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હથિયાર પકડી પાડયું
અન્ય સમાચારો પણ છે...