તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘સ્ટ્રીટ લાઈટો ચાલુ નહીં થાય તો આંદોલન’

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | જામ ખંભાળિયા

ખંભાળિયાના ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં લાઈટ બિલ ચડી જવાને કારણે છેલ્લા ઘણા સમયથી ૧૨૦૦ જેટલી સ્ટ્રીટ લાઈટો રાત્રે બંધ રહેતા તેની અનેક રજુઆત કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આજે મહિલાઓને સરપંચને મળી રજુઆત કરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

હાલ ગ્રામ પંચાયત દ્વારા સ્વ ભંડોળ ખૂટતા વિસ્તારમાં જરૂરી પાયાની સુવિધાઓ ન મળતા ગ્રામજનોમાં શોક જોવા મળી રહ્યો છે. ધરમપુર ગ્રામ પંચાયત ના વિસ્તારમાં આવે મહાપ્રભુજી નગર અને શ્રીજી સોસાયટીમાં પાણી, સફાઈ અને લાઇટની લગતી જરૂરી સુવિધાઓ પુરી કરવા ગ્રામ પંચાયત વામણી પુરવાર થતા રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે સાંજે મહાપ્રભુજી નગર અને શ્રીજી સોસાયટી ની મહિલાઓ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ હોય તેના કારણે સોસાયટીઓ માં અંધાર પટ થઈ જવાના કારણે એકત્રિત થઈને ધરમપુર ગ્રામ પંચાયતના સરપંચને લેખિત રજુઆત કરી સ્ટ્રીટ લાઈટો તાત્કાલિક ધોરણે ચાલુ કરવા રજુઆત કરી હતી. તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી ના કરવામાં આવશે તો ગાંધી વિદ્યા માર્ગ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

સરપંચને મહિલાઓએ લેખિતમાં આપ્યું અલ્ટીમેટમ
અન્ય સમાચારો પણ છે...