તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરામાં 22 સ્થળે 30,000 શીશી હોમિયોપેથિક દવાનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નોવેલ કોરોના વાયરસ (covid-19)થી ફેલાતા રોગે આરોગ્યક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ ઉભી કરી છે પરંતુ તેનાથી પેનિક થઈ જવાની જરૂર નથી. આ વાયરસનો ચેપ ફેલાવાની પેર્ટનને ધ્યાનમાં લેતા જો શિસ્તતાપૂર્વક સોશ્યલ ડિસ્ટન્સીંગ (બીજા વ્યક્તિના સંસર્ગમાં ન આવવું) તેમજ પર્સનલ હાઈજીન અંગે જાહેર કરાયેલ માર્ગદર્શિકાને ચોક્સાઈપૂર્વક પાળવામાં તો આ રોગને ફેલાતો અટકાવી શકાય છે તેમ પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ગોધરાની શામળાજી હોમિયોપેથિક કોલેજ ખાતે કોરોના વાયરસ માટે પ્રતિરોધકતા વધારતી હોમિયોપેથિક દવાઓના વિતરણ પ્રસંગે જણાવ્યું હતું. અરોરાએ ચેપથી ઉભા થઈ શકતા સંભવિત જોખમને ટાળવા જવાબદાર નાગરિકો તરીકે પોતાના વિસ્તારમાં હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા લોકો તેનું પાલન ન કરે તો તેમને સમજાવવા અને ન માને તો રિપોર્ટ કરવા જણાવ્યું હતું. વાયરસના કારણે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિમાં પણ જિલ્લાના નાગરિકોને સુરક્ષિત રાખવાના ઉમદા હેતુથી યોજાયેલ દવા વિતરણના આ કાર્યક્રમ માટે હોમિયોપેથિક આયુર્વેદિક ડોક્ટર્સ એસોશિયેશનને બિરદાવતા તેમણે વિતરણ કેન્દ્રો પર

...અનુ. પાન. નં. 2

જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતીનાં પગલાં અનુસરવા અપીલ
અન્ય સમાચારો પણ છે...