તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહ સિવિલમાં 30 બેડનંુ આઇસુલેટેડ વોર્ડ તૈયાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાનહની VBCH ખાતે 30 બેડોનો આઇસુલેટેડ વોર્ડ તૈયાર કરાયો છે એની સાથે લોકો ઘરે બેસી વોટ્સઅપ હેલ્પલાઇન નંબર પર પોતાના આરોગ્યને લઇ મેસેજ કરી સેવા મેળવી શકશે એની સાથે કોવિદ -19 ના દર્દી માટે વિશેષ નવી એમ્બ્યુલન્સની પણ તેનાત કરાઇ છે .

દાનહ દમણ દીવ પ્રસાશન કરોનાના વાયરસનો ફેલાવો ન થાય એની પૂર્ણ તકેદારીના પગલાં લઇ રહ્યું છે. સેલવાસની સિવિલ હોસ્પિટલ ખાતે 30 બેડના આઇસુલેટેડ વોર્ડ એની સાથે 24 કલાક 104 હેલ્પલાઇન નંબર તેમજ બીજી બે નવી સેવા જેમાં એક વોટ્સઅપ નંબર +917211162132 આ નંબર પર દરેક વ્યક્તિ પોતાની આરોગ્યને લાગતી તકલીફ લખી સેન્ડ કરી શકાશે. તેમજ કરોનાના દર્દીઓ માટે એક વિશષે એમ્બ્યુલન્સની ફાળવણી કરાઇ છે. પ્રદેશનું આરોગ્ય વિભાગ કરોનાના દર્દીને કેવીરીતે સંભાળ લેવી એ માટે મોક ડ્રિલનું આયોજન 22 માર્ચ રવિવારે કરશે.

અન્ય સમાચારો પણ છે...