સાયલામાં તકેદારીના ભાગરૂપે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયલા મામલતદાર કચેરીએ કોરોના વાયરસ બાબતે જાગૃતતા અને સંક્રમિત અટકાવવા માટે કંટ્રોલ રુમ શરુ કરાયો છે.જેમાં વિદેશથી અને પરપ્રાંતથી આવેલા લોકોની માહિતી મળતા આરોગ્યની ટીમ તપાસ હાથ ધરશે.

સાયલા તાલુકામાં કોરોના વાયરસના સંક્રમિતને અટકાવવા માટે દેશબંધી કરવાં આવી છે. તેવા સમયે વિદેશ અને પરપ્રાંતથી આવતા લોકો ની જાણકારી માટે મામલતદાર કચેરીએ કંટ્રોલ રુમ શરુ કરાયોછે. આ અંગે મામલતદાર પી.બી.જેબલીયાએ જણાવ્યુ કે સાયલા તાલુકામાં વિદેશથી અને પરપ્રાંતથી આવેલા લોકોની માહિતી લોકો અધિકારીઓ સુધી પહોંચાડી શકે માટે લેન્ડ લાઇન 02755-280773 ઉપર જાણ કરવાની રહેશે. જાણ કરેલા સ્થળે આરોગ્યની ટીમ પહોંચી તપાસ કરશે.

વિદેશ-પરપ્રાંતથીની આરોગ્ય તપાસ કરાશે

અન્ય સમાચારો પણ છે...