કોરોનાના સંપર્કમાં આવેલા 23 ક્વોરન્ટીન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેડા , વરસોડા PHCમાં 210 દર્દીને દવા અપાઈ

માણસા તાલુકાના વેડા અને વરસોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ કોરોનો પોઝિટિવ આવ્યો છે. આથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ફાર્માસિસ્ટે કુલ 210 દર્દીઓને દવાઓ આપી હોવાથી તેઓમાં કોરોના લક્ષણો આવ્યા છે કે નહી તે માટે તેઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. જોકે હાલમાં એકપણ દર્દીમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. રાજ્યના પાટનગરમાં કોરોના પોઝિટિવ છ કેસ થયા છે. જેમાં સેક્ટર-23માં રહેતા અશોકભાઇ પટેલ કોરોનોનો ભોગ બનતા તેઓને હાલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નગરમાં પ્રથમ કોરોના પોઝિટિવ આવેલો સેક્ટર-29ના યુવકના ફુઆ થતા હોવાથી અશોકભાઇ તેના સંપર્કમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સેક્ટર-23માં રહેતા અશોકભાઇ પટેલ વેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરે છે. કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં આવવા છતાં ફાર્માસિસ્ટે ડ્યુટી દરમિયાન 137 દર્દીને દવાઓ આપી હતી. જ્યારે ફાર્માસિસ્ટને વરસોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાર્જમાં હોવાથી તેમણે ત્યાં કુલ 37 દર્દીઓને દવાઓ આપી હતી.

જોકે ફાર્માસિસ્ટ કોરોના વાયરસનો ભોગ બનતા તેમણે જેટલા દર્દીઓને દવા આપી હતી. તેમના નામ અને સરનામા મેળવીને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા દર્દીઓના ઘરે જઇને તેઓનું સ્ક્રિનીંગ કર્યું હતું. જોકે એકપણ દર્દીમાં હાલમાં કોરોના વાઈરસના લક્ષણો જોવા મળ્યા નહી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.સોલંકીએ જણાવ્યું છે. માણસા તાલુકાના વેડા અને વરસોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ કોરોનો પોઝિટિવ આવ્યો છે. આથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ફાર્માસિસ્ટે કુલ 210 દર્દીઓને દવાઓ આપી હોવાથી તેઓમાં કોરોના લક્ષણો આવ્યા છે કે નહી તે માટે તેઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું.

1578 લોકોને શરદી અને ખાંસી તથા તાવનાં લક્ષણ

ગાંધીનગર કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા 23 લોકોને પ્રેક્ષા ભારતી અને પડુસ્માની નર્સિંગ કોલેજમાં કોરોન્ટાઇલ કરવામાં આવ્યા છે. ઉપરાંત ડોર ટુ ડોર સર્વેમાં કુલ-1578 લોકોને શરદી-ખાંસી અને તાવ જેવી બિમારી જોવા મળી હતી. બિમાર વ્યક્તિઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા માટે મોકલી આપ્યા હતા.

પાટનગર ગાંધીનગરમાં સેક્ટર-29નો યુવક દુબઇથી પ્રવાસ કરીને આવ્યા બાદ તેને હોમ ક્વોરન્ટીન રાખવામાં આવ્યો હતો. પરંતુ યુવક પોતાના સગાસબંધીઓ અને મિત્રો સહિતને મળ્યો જેને પરિણામે પાટનગરમાં કોરોનાના પોઝીટીવ કેસમાં વધારો થયો છે. જોકે યુવક અને તેના પરિવારની લાપરવાહી બદલ પોલીસ ફરીયાદ કરી છે. પરંતુ તેમના સંપર્કમાં આવેેલી વ્યક્તિઓને હોમ ક્વોરન્ટીન રાખવાને બદલે જિલ્લામાં ઉભા કરાયેલા ક્વોરોન્ટાઇલ રૂમોમાં રાખવામાં આવે તો કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો આવી શકે છે. પોઝિટિવ આવેલા યુવક અને તેના સગાઓના સંપર્કમાં આવેલા 23 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 17 લોકોને પડુસ્માની નર્સિંગ કોલેજમાં ઉભી કરાયેલા ક્વોરન્ટીન રૂમમાં રાખવામાં આવ્યા છે. જ્યારે બાકીના 6 લોકોને પ્રેક્ષાભારતી કોબા ખાતે રાખવામાં આવ્યા હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. કોરોના વાઈરસના સંક્રમણને રોકવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાલમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં જિલ્લાના ચારેય તાલુકાના કુલ 336 ગામોના 200911 પરિવારોનું સર્વે કરાયું હતું. સર્વેની ટીમે જિલ્લાની કુલ 981067 લોકોમાંથી 1578 લોકોમાં બિમારી જોવા મળી હતી. જેમાં શરદી-ખાંસી, તાવ જેવી બિમારી જોવા મળતા તેઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. ઉપરાંત કોરોના વાયરસથી બચવા માટે શું શું તકેદારી રાખવી તેની જાણકારી આપીને માસ્કનું વિતરણ કરાયું હતું.

પક્ષી પરબ અને ચકલીના માળા બનાવ્યા

લોકડાઉનને પગલે દુકાન ખોલી શકાતી નથી એટલે ઘરમાં પડેલા માટીના કુંડામાંથી પક્ષી પરબ બનાવી છે. ઉપરાંત નકામા બોક્સમાંથી ચકલીના માળા બનાવ્યા છે. આ પ્રવૃત્તિઓને ફેસબુક સહિતના સોશિયલ મીડિયામાં શેર કરીને ગૃપના અન્ય મિત્રોને પ્રોત્સાહિત કરી રહ્યો હોવાનું મનોજભાઇએ જણાવ્યું છે.

બાળકોને રમતો શિખવવાનો સમય મળ્યો

વર્તમાન સમયમાં મોબાઇલનું ઘેલું અબાલવૃદ્ધ સૌ કોઇને લાગ્યું છે. ત્યારે હાલના લોકડાઉન સમયમાં બાળપણમાં કેવી કેવી રમતો અમે રમતા હતા તે બાળકોને શિખવી રહ્યો છું. ઉપરાંત અમો કામ સિવાય મોબાઇલમાં ચેટીંગ નહી કરવાનો નિર્ણય લીધો હોવાનું રાહુલભાઇએ જણાવ્યું છે.

કેરમ, દડી બોલ, લુડો, સાપસીડી, વેપાર, ચેસ,જેવી રમતો હોટફેવરીટ

છેલ્લા સાડા ત્રણ દાયકા પછી પરિવાર સાથે આખો દિવસ રહેવાનો સમય લોકડાઉનથી મળ્યો છે. બાળકો અને પરિવારની સાથે કેરમ, દડી બોલ, લુડો, સાપસીડી, ચેસ, વેપાર અને અમદાવાદ સહિતની રમતો રમીને દિવસ પસાર કરતા હોવાનું નગરવાસીઓએ જણાવ્યું છે.

કાર્યવાહી

સાવધાની

લોક ડાઉનને કારણે સાડા ત્રણ દાયકા બાદ લોકોએ પરિવાર સાથે આખો દિવસ વિતાવ્યો

_photocaption_લોકડાઉનથી નગરવાસીઓ ઘરે હોમ રમતો રમીને તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરીને દિવસ પસાર કરી રહ્યા છે ત્યારે આ દરમિયાન બાળકોને પણ હાલમાં ભારે મજા પડી રહી છે. *photocaption*
અન્ય સમાચારો પણ છે...