2200 શ્રમજીવીને વતનમાં પરત મોકલવામાં આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં અન્ય રાજયમાંથી મજૂરી કામે આવેલા મજૂરો લોકડાઉનના પગલે ફસાઇ ગયા છે.જે બાબત વહીવટી તંત્રને ધ્યાને લઇને જિલ્લાના જુદા જુદા ગામોમાં તલાટી દ્વારા સર્વે કરાવીને પરપ્રાન્તમાંથી આવેલા 2200 જેટલા મજૂરોને રવિવારે વાહન મારફતે વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આણંદ જિલ્લા અધિક કલકેટર પી.સી.ઠાકોરે જિલ્લાના જુદા જુદા ગામો અને શહેરોમાં મજૂરી કામ માટે આવ્યા હોય અને લોકડાઉનમાં ફસાઇ ગયા હતા.તેવા મજૂરોને યાદી તૈયાર કરવા માટે તલાટીઓને કામગીરી સોંપવામાં આવી છે. તલાટીઓ 2200 મજૂરો પરપ્રાન્તમાંથી આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.તેઓ વતનમાં જઇ શકતા નથી.તેમજ રોજીરોંટી મ‌ળતી નથી.તેના કારણે મુશ્કેલીમાં મુકાય છે.તેવા તમામ મજૂરોને વાહન મારફતે જેતે ગામમાંથી લઇને રવિવારના રોજ તેઓના વતનમાં મોકલી આપવામાં આવશે. તેમજ તેઓની રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. રવિવારે સવારે જે તે ગામમાંથી લઇ જવામાં આવશે.

શ્રમજીવીઓ માટે રહેવા- જમવાની વ્યવસ્થા કરાઇ છે

આણંદ પંથકમાં મજૂરી અર્થે આવેલા શ્રમજીવીઓનો સર્વે કરાયો

અન્ય સમાચારો પણ છે...