નેપાળમાં ફસાયેલ 20 પરિવારના સભ્યો નરોલી- સેલવાસ પરત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નરોલી અને સેલવાસના 20 પરિવારના સભ્યો ગત 11મી માર્ચના રોજ ધાર્મિક યાત્રાએ લકઝરી બસ દ્વારા નીકળ્યા હતાં. વડાપ્રધાન દ્વારા આખા દેશમા લોકડાઉન જાહેર કરવામા આવેલ જેના કારણે આ નરોલી સેલવાસના પરિવારોને ગત 23 માર્ચના રોજ કાકડબીટા નેપાળ-પશ્ચિમ બંગાળ સરહદે ભારત પોલીસના દ્વારા અટકાવવામા આવ્યા હતા. જેને કારણે તેઓ ત્યા ફસાઈ ગયા હતા. આ પરિવારો દ્વારા પ્રદેશના પ્રસાશક અને સાંસદને સોશિયલ મીડિયા દ્વારા મદદ કરવા માટે અપીલ કરી હતી. આ અંગે દાનહ પ્રસાશનને ફસાયેલ પરિવારના સ્થાનિક સભ્યોએ મળી અપીલ કર્યા બાદ તેઓને હેમખેમ વતન પરત લાવવા માટે પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને સાંસદ મોહનભાઈ ડેલકર દ્વારા ઉચ્ચસ્તરીય પ્રયાસો શરૂ કરી દેવાયા હતાં. આ ઘટનામા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહનુ ખાસ ધ્યાન દોરાયું હતું. જેમા ગૃહમંત્રીને વ્યક્તિગત રીતે જાણ કરવામા આવતા તેઓએ તાત્કાલિક આ ઘટનાને ગંભીરતાથી લઈ મુશ્કેલીઓમા મુકાઇ ગયેલા તમામ પરિવારીને ઉગારવાના તાત્કાલિક આદેશો કર્યા હતાં. જેના પરિણામ સ્વરૂપ આ તમામ મહિલાઓ સહિત 20 જેટલા પરિવારના સભ્યોને રવિવારે સવારે લકઝરી બસ દ્વારા પરત સેલવાસ લવાયા હતાં. જેઓને હાલમા સિવિલ હોસ્પીટલ નર્સિંગ કોલેજમા આ પ્રવાસીઓને ક્વોરોન્ટાઇનમા રખાયા હતાં. પરત ફરેલ પ્રવાસીઓએ મુસીબતમાંથી બહાર કાઢવા બદલ દેશના વડાપ્રધાન,ગૃહમંત્રી, પ્રદેશના પ્રસાશક અને સાંસદનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...