તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં 2 શંકાસ્પદ : હજ પઢીને આવેલા જૈનાબાદ અને શેડલાના વૃદ્ધ સારવાર હેઠળ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મક્કા-મદિનાથી હજ પઢીને આવેલા પાટડી તાલુકાના જૈનાબાદ અને શેડલા ગામોના 2 વૃદ્ધ શંકાસ્પદ દર્દી જણાયા છે. બંનેને ગાંધી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે.

જૈનાબાદ ગામના 5 લોકો 19 ફેબ્રુઆરીએ હજ પઢવા ગયા હતા અને 15 માર્ચે અમદાવાદ ઍરપોર્ટ પર ઊતર્યા હતા અને ત્યાંથી જૈનાબાદ આવ્યા હતા. વિદેશથી આવનારા લોકોની ચકાસણી કરતી આરોગ્ય ટીમે ગામના એક વૃદ્ધને તપાસતાં શરદી-ખાંસી જણાતાં 20 માર્ચે સુરેન્દ્રનગરની ગાંધી હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. આ વૃદ્ધના એક્સ-રે પણ લેવામાં આવ્યા હતા. ઉપરાંત બલ્ડના સેમ્પલ લીધા બાદ તેને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. આ કેસમાં રિપોર્ટ આવ્યા બાદ કોરોના છે કે નહીં તેની ખબર પડશે. 15 માર્ચથી 20 માર્ચ સુધીના 5 દિવસમાં અંદાજે 800થી 1000 લોકો તેમને મળવા માટે આવ્યા હતા. તંત્ર દ્વારા તેમને મળેલા લોકોની પણ તપાસ કરવામાં આવશે.

શેડલાના 60 વર્ષના હુસેનખાન મલેક પણ તા. 20 ફેબ્રુઆરીએ મક્કા ગયા બાદ 7મી માર્ચે શેડલા પરત ફર્યા હતા. ત્યારબાદ તાવ અને શર્દી ચાલુ રહેતા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા.પાટડી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.રાજકુમાર રમણે જણાવ્યું કે, આ જૈનાબાદના અને શેડલના આ બંને જણા મક્કા મદીના ગયા એ પહેલાથી શર્દી હતી. અને મક્કાથી આવ્યા બાદ પણ શર્દી તાવ રહેતા રાજકોટમાં મક્કાથી આવેલો કેસ કોરોના પોઝીટીવ આવતા આ જૈનાબાદ અને શેડલાના બંને દર્દીઓને રીપોર્ટ માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા.

બીજી તરફ ચોટીલામાં 2 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની અફવા વહેતી કરવામાં આવી હતી. પરંતુ ચોટીલામાં આવા કોઇ કેસ ન હોવાનું તંત્રએ
જણાવ્યુ હતુ.

ચિંતાજનક

જિલ્લામાં હજુ 40થી વધુ વિદેશી, તમામ નોરમલ

જિલ્લામાં ખાસ કરીને પાટડી પંથકમાં 22 દેશમાંથી 40થી વધુ વિદેશી જીલ્લામાં છે. તે જયારે આવ્યા ત્યારે સંપુર્ણ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ. તેમને કોરોનાની અસર નથી.છતા તેમના આરોગ્યની દેખરેખ રાખવામાં આવી રહી છે. વઢવાણ તાલુકાના ફુલગ્રામમાં પણ કેટલાક લોકો બહારથી આવે છે. તેમનુ મેડિકલ ચેકઅપ કરવાની સુચના આપી દેવામાં આવી છે.> કે.રાજેશ, કલેકટર

જૈનાબાદના વૃદ્ધને 5 દિવસમાં મળેલા 800 લોકોની પણ તપાસ
અન્ય સમાચારો પણ છે...