તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દે.બારિયા-ઝાલોદમાં અકસ્માતની 3 ઘટનામાં મહિલા સહિત 2નાં મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતના ખોડીયારનગર ખાતે રહેતા અને મુળ મધ્યપ્રદેશના પટલવદિયાના સંકુતલાબેન મદનભાઇ ખિચી તા.27 માર્ચના રોજ તેમના વતનથી માતા બામીનીબાઇ તથા બહેન ચન્દ્રકલા અને છોકરી મમતાની 4 વર્ષિય છોકરી સેનાક્ષી અને છોકરા જીતેન્દ્રની 8 વર્ષિય છોકરી આરૂષી તેમના વતના જ રાહુલ નામના વ્યક્તિની કારમાં સુરત જતા હતા. ત્યારે દેવગઢ બારિયાના પંચેલા ગામે કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર ડીવાઇડર સાથે અથડાવી દેતા સંકુતલાબેનની માતા બામનીબાઇને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું જ્યારે અન્યો ગંભીર રૂપે ઘવાયા હતાં.

બીજી ઘટનામાં તા.17 માર્ચના રોજ સામાભાઇ સુરપાળભાઇ ભુરીયા તથા સંજયભાઇ રમેશભાઇ ભુરીયા જીજે-20-એલ-5942 નંબરની બાઇકને બાજરવાડા ગામે આશ્રમ શાળાની નજીક જીજે-18-ઝેડ-0858 નંબરની એસ.ટી. બસના ચાલકે ટક્કર મારતા વડોદરા ખસેડાતાં સામાભાઇનુ 29 માર્ચના રોજ મોત નીપજ્યુ હતું.

ત્રીજી ઘટનામાં ઝાલોદના ટીમ્બીના અરવિંદભાઇ દિપાભાઇ મકવાણા તથા તેમના સાઢુ પિન્ટુભાઇ ડામોર જીજે-20-એએ-5964 નંબરની બાઇક લઇને ઝાલોદથી ગામડી ગામે જતાં ક્રોસીંગ પાસે ચાકલીયા રોડથી આવતી આરજે-03-યુએ-4409 નંબરની બોલેરો ગાડીના ચાલકે પિન્ટુભાઇની બાઇકને અડફેટે લેતાં ફેંકાતા પિન્ટુભાઇને જમણા પગે ફ્રેક્ચર કરી બોરેલોનો ચાલક ભાગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...