તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરદેશથી આવેલા વધુ 7 સહિત 189 જણાને હોમ ક્વોરન્ટાઈલ કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરમાં શુક્રવારે નવા 7 જણા પરદેશથી આવ્યા છે અને તેમના સહિત હોમ ક્વોરન્ટીનમાં રહેલા વ્યક્તિની સંખ્યા 189 પર પહોંચી છે. સારા સમાચાર એ છે, કે ગાંધીનગરમાં શુક્રવાર સુધીમાં લેવામાં આવેલા તમામ 6 દર્દીના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જિલ્લામાં હવે હોમ ક્વોરન્ટીન હેઠળના વ્યક્તિઓની સંખ્યા 196 થઇ છે અને તેમના સંપર્કમાં આવેલાની સંખ્યા 702 પર પહોંચી છે. ઉપરોક્ત તમામ લોકોની આરોગ્ય તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં પરદેશથી આવેલા મુસાફરોની યાદી તંત્ર પાસે તૈયાર છે અને તેમના સંપર્કમાં આવતી વ્યક્તિઓની યાદી સતત અપડેટ કરાઇ રહી છે. જેમનામાં ચેપના કોઇ લક્ષણ જણાયા નથી તેમના ઘરે પહોંચીને રેન્ડમ તપાસ શરૂ કરવામાં આવી છે. માણસના થૂંક અને ગળફામાં કોરોના વાઇરસ રહેતો હોવાથી સમગ્ર રાજ્યમાં જાહેરમાં થૂકવા પર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે આ પ્રતિબંધના સખ્ત અમલ માટે 32 ટુકડીઓ કામે લગાડાઇ છે. શુક્રવારે ઉનાવા, પેથાપુર, કોલવડા, માણસા, કલોલમાં જાહેરમાં થૂંકતા 64 વ્યક્તિને ઝડપી લઇને 32 હજાર દંડ વસૂલાયો હતો.

જિલ્લામાં દરેક ઘરે પહોંચીને તપાસ શરૂ કરાઈ છે, જેમાં 171 ટીમને કામે લગાડાઇ છે. તેમાં શુક્રવારે વધુ 8550 ઘરે તપાસ કરાઈ હતી.

સાવચેતી

ઓબ્ઝર્વેશનમાં રખાયેલા લોકોના સંપર્કમાં આવેલા 702 લોકોની તપાસ
અન્ય સમાચારો પણ છે...