ધરમપુરમાં 30 - વલસાડમાં 15 અને વાપીમાં 13 સામે 144 ભંગની કાર્યવાહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં લોકોને આપેલી છૂટ સિવાય અન્ય સમયે ઘર છોડી રોડ ઉપર રખડતા લોકોની સામે પોલીસે ત્રીજું લોચન ખોલતા ધરમપુરમાં 30,વલસાડમાં 15 જ્યારે વાપીમાં 13 લોકો સામે પોલીસેે કલમ144ના ભંગ બદલ કાર્યવાહી કરી છે. કારણ વગર રખડતા વાહન ચાલકોને પોલીસે ઉઠક બેઠક કરાવી હતી. રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 15 જેટલા લોકો સામે પોલીસે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

શુક્રવારે કારણ વગર ફરવા નીકળેલા વાહન ચાલકોની પાસે ઉઠક બેઠક કરાવી હતી. હું સમાજનો દુશ્મન છું, કેમ કે વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હોવા છત્તા હું કંઈ પણ કામ વગર મારા ઘરેની બહાર નીકળ્યો છું. સોસાયટી તેમજ સાર્વજનિક જગ્યા ઉપર અન્યના સ્વાસ્થ્ય જોખમાય તે રીતે રખડતો ફરૂ છું. તેમ લોકો પાસે જાહેરમાં બોલાવવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં બપોરથી સંપૂર્ણ પણે લોક ડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવે છે. તિથલ રોડ ઉપર એક કાર નં. MH-48-S-0346માં 2 યુવાનો ફરવા નીકળ્યા હતા. જયારે શાકભાજી માર્કેટ પાસે એક યુવાન તેની બાઈક પર ફરવા નીકળ્યો હતો. પોલીસે અટકાવી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા તેમની અટક કરવામાં આવી હતી. તેમજ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 12 જેટલા લોકોને લોક ડાઉનનો ભંગ કરતા સહીત કુલ 15 લોકો સામ સામે ગુનો દાખલ કર્યો છે.

ગુરૂવારે સાંજે પોલીસે કડક કાર્યવાહી કરી, લોકોને લોક ડાઉનનું પાલન કરાવ્યું

વાપીમાં ભંગ કરનારા 13 સામે પગલા

લોકડાઉનમાં પણ કામ વગર વાહનો લઇ તેમજ ચાલતા રસ્તા ઉપર નીકળી જનારા 13 લોકો સામે શુક્રવારે વાપીમાં પગલા લેવાયા હતા. વાપી ટાઉન પોલીસમાં 4, જીઆઇડીસી પોલીસમાં 4 તેમજ ડુંગરા પોલીસમાં કાયદાનો ભંગ કરનારા 5 મળી કુલ 13 સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે મોડી રાત સુધી પોલીસની આ કામગીરી ચાલુ હતી.
અન્ય સમાચારો પણ છે...