તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ જિલ્લામાં 144 લાગૂ : દૂકાન, બજારબંધ, જીવન જરૂરી વસ્તુઓ, સેનેટરાઇઝરની ખરીદી માટે કતાર લાગી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં શનિવારે 144 કલમ લાગુ કરાતા બપોરથી જ બજારોની દૂકાનો બંધ કરી દેવામાં આવી હતી. આઝાદચોક સ્ટેડિયમ રોડ, એમજીરોડ, હાલર રોડ, શ્રોફચાલ રોડ, શાકભાજી માર્કેટ, નાનીખત્રીવાડ, સ્ટેશન રોડ, હાલર રોડ,તિથલ રોડ પર તંત્ર દ્વારા દૂકાનો બંધ કરાવી દેવાઇ હતી. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે ભીડમાં માણસો ભેગા ન થાય તે માટે 31 માર્ચ સુધી ધારા 144 લાગૂ કરતું જાહેરનામુ નિવાસી અધિક કલેકટરે બહાર પાડ્યું હતું.બીજી તરફ શહેરમાં શનિવારથી જ કર્ફ્યુ જેવો માહોલ વ્યાપી ગયો હતો.રવિવારે જનતા કર્ફ્યુની જાહેર અપીલ પહેલાં લોકો માનસિક રીતે બંધ રાખવાની તૈયારીમાં પડી ગયા હતા.સવારે શાકભાજી અને કરિયાણીની સ્ટોર્સમાં ગ્રાહકોની ભારે ભીડ એકત્ર થઇ ગઇ હતી.જનતા કર્ફ્યુને લઇ શનિવારે ચીજવસ્તુઓ ખરીદવા શાકભાજી માર્કેટમાં પણ ધસારો જોવા મળ્યો હતો.

કલેકટર સી.આર.ખરસાણે કોરોના સામે સાવચેતી માટે જનતા કર્ફ્યુનો ચૂસ્ત અમલ કરવા શનિવારે સૂચના જારી કરી હતી.144 ધારા હેઠળ જિલ્લામાં જાહેર સ્થળોએે સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વિના સભા,સરઘસ,સંમેનલ,મેળાવડા,લોકમેળાનું આયોજન ન કરવા જણાવાયું છે.મોલ,મલ્ટિપલેક્સ,જીમ,નાટ્યગૃહો તથા સ્પોર્ટસ કોમ્પલેક્સો,પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્નવાડી, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન કલાસિસ, રેસ્ટોરન્ટ, હોટલ, ખાણીપીણીની દૂકાનો, ફરસાણની દૂકાનો બંધ રાખવા ફરમાન કરાયું છે. જ્યાં ભીડ થાય તેવા સ્થળોએ સેનેટરાઇઝરની વ્યવસ્થા કરવા તાકીદ કરાઇ છે. શહેરમાં આવેલી મેડિકલ સ્ટોર્સની દૂકાનોમાં સેનેટરાઇઝર અને માસ્ક ખરીદવા માટે મોટી ભીડ જામી ગઇ હતી.લોકો સ્વયંભૂ મોઢે માસ્ક પહેરીની ઘરની બહાર નિકળ્યા હતા.દુબઇથી આવેલા પ્રવાસીઓને બાંદ્રા જામનગર ઇન્ટર સિટીમાં પાલઘર ખાતે ઉતારી દીધાં બાદ વલસાડ રેલવે સ્ટેશન પર આ ટ્રેનનું સેનટરાઇઝિંગ કરવામાં આવ્યું હોવાની વાત શહેરમાં ફેલાઇ જતાં લોકોમાં કોરોના ડરનો માહોલ વ્યાપી ગયો હતો.જેને લઇ બંધ પાળવા માટે લોકોમાં ભારે જાગૃતિ જોવા મળી હતી. શહેરના માર્ગોની બાજૂમાં શોપિંગ સેન્ટરો, પાર્લરો,પાનના ગલ્લાં, ઓફિસો, ગારમેન્ટની દૂકાનો, કોસ્મેટિક્સની્ સ્ટોર્સ બધું જ બપોર સુધીમાં શટરો પાડીને બંધ થઇ જતાં શહેરમાં સૂમસામ માહોલ સર્જાઇ ગયો હતો. સમગ્ર જિલ્લા અને સંઘપ્રદેશમાં પણ બંધ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. જે પણ હોટલો કે રેસ્ટોરન્ટ કે અન્ય ખાણી પીણીની લારીઓ ખુ્લ્લી હતી તે બંધ કરાવાઇ.

મેડિકલ-કરિયાણાની દૂકાનો ચાલૂ રહી > બેંકોમાં પાંખી હાજરી > માલતદાર-પાલિકા ટીમ બંધ કરાવવા નિકળી

ઇજનેરી કોલેજની હોસ્ટેલ હસ્તક લેવાઇ

આરોગ્ય વિભાગે સરકારી ઇજનેરી કોલેજની નવી અને ખાલી ગર્લ્સ હોસ્ટેલમાં ગ્રાઉ્ન્ડ ફ્લોરના 6 રૂમ હસ્તક લીધા છે.જેમાં શંકાસ્દપ વ્યકિત,યાત્રી,પ્રવાસીઓને 14 દિવસ કોરોન્ટાઇનમા મૂકવાની વધારાની વ્યવસ્થા કરાઇ છે.વલસાડ સિવિલમાં 25 બેડના આઇસોલેશન વોર્ડની સુવિધા છે જ પરંતું વધુ સાવધાની માટે આ કાર્યવાહી કરાઇ છે.

અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થશે

ધારા 144 હેઠળ અધિક કલેકટરે જાહેરનામામાં કોરોના વાયરસ અંગેની કોઇ પણ અફવા પ્રિન્ટ કે સોશ્યિલ મીડિયા મારફતે ફેલાવાશે તો તે ગુનો ગણાશે તેવી તાકીદ કરી છે.

દર્દીઓ માટે હેલ્પલાઇન 104 શરૂ કરાઇ

શંકાસ્પદ કોરોના વાઇરસના કેસ અંગે વધુ માહિતી માટે 104 પર કોલ કરવા આરોગ્ય વિભાગે જણાવ્યું છે આ ઉપરાંત વાપી અર્બન હેલ્થ સેન્ટર તથા વલસાડ આરોગ્ય વિભાગના અધિકારી મનોજ પટેલનો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અન્ય સમાચારો પણ છે...